તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

ભીમરાણામાં મકાનમાં જામેલી જુગારની મહેફિલ ઝડપાઈઃ નવ પન્ટરની ધરપકડ

જામનગર તા.૧૬ ઃ ઓખાના ભીમરાણા ગામમાં પોતાના મકાનમાં જુગાર રમાડતા એક શખ્સ અને ગંજીપાના કૂટતા આઠ શખ્સોને પોલીસે પકડી રોકડ, મોબાઈલ, વાહન મળી કુલ રૃા.સાડા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

ઓખામંડળના મીઠાપુર નજીકના ભીમરાણામાં ગઈકાલે સાંજે એક મકાનમાં જુગાર જામ્યો હોવાની બાતમી પરથી મીઠાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાલુભા સામતભાઈ માણેકના મકાનમાં દરોડો પાડયો હતો.

આ શખ્સ દ્વારા પોતાના મકાનમાં બહારથી પન્ટર બોલાવી તેની પાસેથી નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હતો. પોલીસે સ્થળ પરથી બાલુભા તેમજ ખીરાભા લધુભા હાથલ, દેરાજ રામાભાઈ શીરૃકા, ધનાભાઈ રણમલ સોલંકી, રણજીતભા ધુધાભા નાયાણી, ભૂપત જેસંગભાઈ રાઠોડ, જયેન્દ્રસિંહ ગુમાનસિંહ વાઢેર, બાબુભા ભાવસંગભા માણેક, કનુભા હોથીભા સુમણિયા નામના નવ શખ્સોની ધરપકડ કરી પોલીસે ગંજીપાના તેમજ રૃા.૭૪ર૦ રોકડા, મોબાઈલ, મોટરસાયકલ મળી કુલ રૃા.૩,૫૮,૯૨૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ ૪ અને  પ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જામનગરના હરિયા સ્કૂલ રોડ પરથી ગઈકાલે સાંજે પોલીસે જયેશ નારણભાઈ સોનેરી તથા ભરત પ્રેમજીભાઈ સોનેરી નામના બે શખ્સોને જાહેરમાં વર્લીના આંકડા લેતા પકડી પાડી તેઓના કબજામાંથી રૃા.ર હજાર રોકડા, આંકડા લખેલી ચિઠ્ઠી અને મોબાઈલ કબજે કર્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00