ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

જામજોધપુરમાં પરિણીતાને ત્રાસ આપી ધમકી ઠપકારાઈ

જામનગર તા.૧૬ ઃ જામજોધપુરની એક યુવતીના લગ્ન થયા પછી તેણીને પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ આપ્યો હતો. આ બાબતનું સમાધાન કરવા માટે બોલાવવામાં આવેલા સાસરિયાઓએ સમાધાનના બદલે ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામજોધપુરના શાંતિનગરમાં રહેતા હીનાબેન મહેન્દ્રભાઈ વાઘ (ઉ.વ.૧૯)ના લગ્ન ચારેક મહિના પહેલા જામજોધપુરમાં જ રહેતા દિનેશભાઈ નાજાભાઈ બાટા સાથે થયા પછી આ પરિણીતાના પતિ દિનેશને સાસુ કારીબેન, જેઠ રવજીભાઈ, જેઠાણી સીમાબેન તથા જેતપુરમાં રહેતા ચંપાબેન નવિનભાઈ અને વનાણાના કમલેશભાઈ તેમજ નિર્મળભાઈ બાટાએ ચઢામણી કરવાનું શરૃ કર્યુ હતું.

ઉપરોકત સાસરિયાની ચઢામણીથી પતિ દિનેશે પત્નીને નાની-નાની બાબતોમાં મેણા મારી ત્રાસ આપવાની સાથે મારકૂટ પણ આરંભી હતી.આ બાબતની હીનાબેને પોતાના પિયરિયાઓને જાણ કર્યા પછી બન્ને પરિવારો વચ્ચે સુલેહ કરવા માટે બેઠક યોજાઈ હતી. તે માટે જામજોધપુર આવેલા ઉપરોક્ત સાસરિયાઓએ સમાધાન નહીં કરી ફરિયાદ કરવા સામે ધમકી આપતા હીનાબેને ગઈકાલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૬ (૧), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00