વાસદની હોટલમાં ચોરી કરી નાસી ગયેલા શખ્સની નગરમાંથી અટકાયત

જામનગર તા. ૧૧ઃ રાજકોટના એક આસામી સાથે તેમની મોટરના ચાલક તરીકે ગયેલા જામનગરના શખ્સે વાસદ ચોકડી પાસેની હોટલના રૃમમાંથી તે આસામીના રૃા. સવા આઠ લાખના દાગીના તફડાવી લીધા હતાં. જેની ફરિયાદ થયા પછી એલસીબીએ જામનગરમાંથી આ શખ્સની અટકાયત કરી મુદ્દામાલ કબજે કર્યો છે.

રાજકોટમાં રહેતા જગદીશભાઈ નરોત્તમભાઈ ભોગાયતા નામના એક આસામી જમીનની ખરીદી કરવા માટે ગઈ તા. ૯ના દિને આણંદ જિલ્લાના વાસદ ગામે ગયા હતાં. તેઓની સાથે ડ્રાયવર તરીકે ગયેલો જામનગરનો પ્રવિણસિંહ બહાદુરસિંહ ચુડાસમા નામનો શખ્સ જગદીશભાઈના દાગીના તેમજ કાંડા ઘડિયાળ ચોરી ગયાની ફરિયાદ થઈ હતી. આ આસામી પોતાના ડ્રાયવર સાથે વાસદ ચોકડી નજીક આવેલી રીલેક્સ હોટલમાં રોકાયા હતાં જ્યાં રૃમમાં તેઓએ પોતે પહેરેલા દાગીના તેમજ કાંડા ઘડિયાળ મળી કુલ રૃા. ૮,૨૧,૮૦૦નો મુદ્દામાલ રાખ્યો હતો ત્યાંથી તેની ચોરી થઈ ગઈ હતી.

આ ગુન્હો નોંધાયા પછી ગઈકાલે જામનગર એલસીબીએ તપાસ હાથ ધરી હતી. જેમાં સ્ટાફના નિર્મળસિંહ બી. જાડેજા, કિરણભાઈ દલ તથા વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે ગોકુલનગર જકાતનાકા પાસે વોચ ગોઠવી ગોકુલનગરવાળા પ્રવિણસિંહ ઉર્ફે પવલા ચુડાસમાની અટકાયત કરવામાં આવી હતી. આ શખ્સના કબજામાંથી સોનાના બે ચેન, ચાર વીટી, કાંડા ઘડિયાળ મળી કુલ રૃા. ૭,૯૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સની વાસદ પોલીસ સ્ટેશનમાં સોંપણી કરવા માટે તજવીજ કરવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit