દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

સુંજવાન આર્મી કેમ્પ પર થયેલ આતંકી હુમલામાં શહીદ જવાનોની સંખ્યા છ થઈ

શ્રીનગર તા. ૧૩ઃ સુંજવાન આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલા પછી સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક જવાનનો મૃતદેહ મળી આવતા શહીદોની સંખ્યા એક જવાનનો મૃતદેહ મળી આવતા શહીદોની સંખ્યા વધીને ૬ થઈ છે. જ્યારે શ્રીનગરના કરન સીઆરપીએફ પર હુમલા પછી સર્ચ ઓપરેશન ચાલુ રખાયું છે, તે દરમિયાન બે આતંકી ઠાર કરાયો છે.

જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરના કરણ નગર સ્થિત સીઆરપીએફ કેમ્પ પાસે સેના અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ આજે પણ યથાવત રહી  હતી. સીઆરપીએફ કેમ્પ નજીક સ્થિત ચાર ત્રાસવાદીઓ હજુ છુપાયેલા હોવાના હેવાલ મળ્યા છે. આ ત્રાસવાદીઓ નિયમિત રીતે ગોળીબાર કરી રહ્યા છે. જો કે ત્રાસવાદીઓની યોજનાને નિષ્ફળ કરવામાં આવી રહી છે. આ અથડામણ દરમિયાન બે આતંકવાદીને ઠાર કરાયો હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

બીજી તરફ સુંજવાન આર્મી કેમ્પમાંથી વધુ એક જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી આ હુમલામાં મોતનો આંકડો વધીને હવે છ થઇ ગયો છે. આ હુમલામાં છ જવાન શહીદ થયા છે અને એક નાગરિકનું મોત થયું છે. ચાર ત્રાસવાદીઓને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે શનિવારે સવારે ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ જવાન શહીદ તઇ ગયા હતા અને એક નાગરિકનું મોત થયું હતું. હુમલાને અંજામ આપનાર  ચારેય ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો.  ભારતીય સેનાના જવાનોએ વધુ નુકસાન ન થાય તે હેતુસર આ ઓપરેશન ચલાવ્યું હતુ. જેથી વધારે નુકસાન થયુ હતુ.  ઠાર મરાયેલા ત્રાસવાદીઓની પાસેથી એકે ૪૭ અને અન્ય ઘાતક હથિયારોનો જથ્થો મળી આવ્યા હતા. જે પણ કેટલાક પ્રશ્નો ઉભા કરે છે.  આર્મી કેમ્પ પર શનિવારે ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો.

ઓપરેશન ઓલઆઉટ સેનાએ હાથ ધરીને ૨૦૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાઇ ગઇ છે. જેથી ત્રાસવાદીઓ સેનાના જવાનો અને તેમના પરિવારના સભ્યો પર હુમલા કરી રહ્યા છે.

દેશના તમામ લોકો સારી રીતે જાણે છે કે જમ્મુકાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ઓપરેશન ઓલઆઉટ ચાલે છે. જેના ભાગરૃપે ત્રાસવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યા છે. ઓ ઓપરેશન મોતના ખેલ સમાન છે.

ભારતીય સેનાના જવાનો સામે જઇને જંગ લડી રહ્યા છે. કારણ કે ત્રાસવાદીઓ સ્થાનિક વિસ્તાર અને વન્ય વિસ્તારમાં ક્યાં છુપાયેલા છે અને ક્યાંથી ગોળી આવી જાય તે કહી શકાય નહી. આવી સ્થિતિમાં ભારતીય લોકોના રક્ષણમાં રહેલા જવાનો સામે પ્રશ્ન કરવા અને શંકા કરવાની બાબત કોઇને પણ શોભા દેતી નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00