સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

જામનગર સહિત ભારતભરમાં ૨૦ એપ્રિલે ઓઈલ ગેસ ઈન્ડસ્ટ્રી દ્વારા 'ઉજ્જવલા દિવસ'ની ઉજવણી

જામનગર તા. ૧૬ઃ ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગરૃપે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા દેશભરમાં ૨૦ એપ્રિલ ૨૦૧૮ના 'ઉજ્જવલા દિવસ'ની ઉજવણી થશે. જામનગર જિલ્લામાં પણ આ દિવસે દરેક એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા વિવિધ સ્થળોએ ૨૧ એલપીજી પંચાયતો યોજાશે.

ઉજ્જવલ દિવસની ઉજવણી અંતર્ગત પીએસયુ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા, એમઓપીએનજી દ્વારા ગ્રામ્ય ગ્રાહકોને પ્રોત્સાહીત કરવામાં આવશે. સમૂહ ચર્ચાના આયોજનમાં એલપીજીના સતત અને સલામત ઉપયોગકર્તા ૮ કરોડ લાભાર્થીઓને પણ પ્રોત્સાહીત કરી અન્ય ઈચ્છુકોને જોડાણ પણ પૂરૃં પાડવામાં આવશે.

આ દિવસે ૧૫૦૦૦ એલપીજી પંચાયતો ભારતભરમાં યોજવાનો લક્ષ્યાંક છે. દરેક પંચાયત ઓછામાં ઓછા ૧૦૦ નવા એલપીજી લાભાર્થીઓની નોંધણીના લક્ષ્ય સાથે ૫૦૦ મહિલાઓની ભાગીદારના લક્ષ્યને સિદ્ધ કરવાનો પણ પ્રયાસ કરશે. આ ઉપરાંત સુરક્ષા સૂચના અને વીમા કાર્ડસને આવરી લેતા સલામતી સાહિત્યનું વિતરણ પણ પંચાયત સત્ર દરમ્યાન કરવામાં આવશે.

'ઉજ્જવલા' એલપીજી વપરાશકર્તાઓ માટે એક મંચ પૂરો પાડી આરોગ્ય, પર્યાવરણ અને સશક્તિકરણ જેવા લાભોનો સંદેશો ફેલાવવાનો સતત સફળ પ્રયાસ કરે છે. આ અંગેની એક બેઠક ૧૨ એપ્રિલ ૨૦૧૮ના નોડલ અધિકારી કુલદીપ બેરવા, જિલ્લા પુરવઠા અધિકારી વી.એમ. પ્રજાપતિ,  રાજ એસેન્સીઅલ હિતેશ નાખવા તેમજ તમામ ઓમએસી ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે યોજવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00