સંસદ સભ્ય પૂનમબેન માડમની આગેવાની હેઠળ આયોજીત ગાંધી સંકલ્પ યાત્રાનું દ્વારકામાં સમાપન

દ્વારકા તા. ૯ઃ જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંસદ સભ્ય પૂનમબેન માડમની આગેવાની હેઠળ ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ હતી. આ સંકલ્પ યાત્રાનું સમાપન દ્વારકામાં થયું હતું.

મહાત્મા ગાંધીજીના સ્વદેશી, સ્વરાજ્ય, સ્વાવલંબન, સ્વચ્છતા, કનિદૈ લાકિઅ સાદગી, અહિંસા સહિતના ગાંધીજીના વિચારોને લોકો સુધી પહોંચાડવા જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સમગ્ર હાલાર પંથકમાં યોજેલ ગાંધી સંકલ્પ યાત્રાના સમાપન સમારોહમાં કેન્દ્રીય મંત્રી પુરૃષોત્તમ રૃપાલા સહિતના રાજ્ય તેમજ પ્રદેશ અને સ્થાનીય ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધી સંકલ્પ યાત્રા બપોરે ૩ કલાક આસપાસ દ્વારકાના મંદિર ચોકમાં આવી પહોંચી હતી. ત્યાં સ્થાનીય દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોરે ૩ઃ૪૫ કલાકે દ્વારકાના ક્રાંતિકારી જોધાભા માણેક ચોકમાં સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાંજે ૪ઃ૩૦ કલાકે દ્વારકાના તીનબત્તી ચોકમાં વિવિધ સમાજો દ્વારા યાત્રાનું સન્માન અને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજે ૫ કલાકે હોમગાર્ડ ચોકમાં જાહેર સભા યોજવામાં આવી હતી અને ત્યાં કેન્દ્રીય મંત્રી પુરૃષોત્તમ રૃપાલા, સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત જનમેદનીને ઉદ્દબોધન કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપવા મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને ઉજાગર કરવા હાલના સમયમાં ગાંધી મૂલ્યોના મહત્ત્વ પ્રત્યે જાગૃતકતા લાવવા તેમજ ગાંધી સિંંદ્ધાતો પર કાર્યરત કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પ્રયત્નશીલ સરકારના કાર્યો વિશે માહિતગાર કરી સમગ્ર યાત્રા દરમિયાન સફાઈ અભિયાન, વૃક્ષારોપણ, સીંગલ યુઝ પ્લાસ્ટિક મુક્તિ અંગે સંકલ્પ, સામાજિક સમરસતા સભા, જનસંપર્ક, પ્રભાતફેરી સહિતના કાર્યક્રમો સહિતની માહિતી આપી હતી. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા, જામનગર  જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, રમેશભાઈ મુંગરા, જિ.પં.પ્રમુખ પી.એસ.જાડેજા, પાલાભાઈ કરમુર, મુળુભાઈ બેરા, ન.પા.પ્રમુખ જીતેષ માણેક, અનિલભાઈ તન્ના, દિલીપભાઈ જોશી, તા.પં.પ્રમુખ લુણાભા હાલારના બંને જિલ્લાના ભાજપના આગેવાનો, ખેડૂત સંગઠનના હોદ્દેદારો, વેપારીઓ, મહિલાઓ, ન.પા.ના સદસ્યો, સ્થાનિક અગ્રણીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સંકલ્પ યાત્રામાં જોડાયા હતા.

દ્વારકાના તીનબતી ચોકમાં વેપારી આગેવાનો ઈશ્વરભાઈ ઝાખરીયા, રમણભાઈ સામાણી, સુરેશભાઈ વાયડા, કનુભાઈ હિંડોચા, વિનુભાઈ સામાણી, પરેશભાઈ બારાઈ વગેરેએ સંકલ્પ યાત્રા, કેન્દ્રીય મંત્રી તથા સંસદ સભ્યનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દ્વારકા શહેર ભાજપના પ્રમુખ પરેશ ઝાખરીયા, મહામંત્રી વિજય બુજડ તથા જીતુભા માણેક, યુવા ભાજપ પ્રમુખ રાકેશ વાડિયા, શહેર પ્રભારી રમેશભાઈ હેરમા સહિત સંગઠનના કાર્યકરો તેમજ અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit