વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

તેજસ્વી પ્રતિભા શોધ અને સ્કોલરશીપ પરીક્ષા-ર૦૧૮ નું આગવું આયોજન

જામનગર તા. ૧૬ઃ જામનગરમાં છેલ્લા ર૮ વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓમાં આગવું સ્થાન ધરાવતી શાળા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા 'તેજસ્વી પ્રતિભા શોધ અને સ્કોલરશીપ પરીક્ષા ર૦૧૮'નું આયોજન કરવામાં આવ્યું છે.

નવું શૈક્ષણિક સત્ર શરૃ થતા જ વાલીઓ પોતાના બાળકો માટે શૈક્ષણિક ખર્ચ પરવડે તેવી શાળાની શોધમાં લાગી જાય છે. તેજસ્વી બાળકોને યોગ્ય ન્યાય મળી રહે તે માટે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા જામનગર શહેરની કોઈપણ શાળાના ગુજરાતી માધ્યમમાં ધોરણ ૬, ૭, ૮, ૯ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયોની પચ્ચાસ માર્કસની પ્રતિભા શોધ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રતિભા શોધની આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ સુધીના અભ્યાસ માટેની સ્કોલરશીપ આપવાનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ આવનાર પાંચ વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા, છ થી દસમો ક્રમ આવનારને ૭પ ટકા અને અગિયારથી પંદરમો ક્રમ મેળવનારને પ૦ ટકા સ્કોલરશીપ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

તેજસ્વી પ્રતિભા શોધ અને સ્કોલરશીપ પરીક્ષા ર૦૧૮, તા. ૧૮.૪.ર૦૧૮, બુધવારના સવારે ૮.૩૦ થી ૧ કલાક સુધી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ર, રાજપૂત પરા, લીમડાલાઈન, જામનગરમાં યોજાશે. આ પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ૮૪૬૦૮ રર૮૦૯ અને ૭પ૭પ૦ ર૩ર૦૭ ઉપર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેવા સંસ્થાનો અનુરોધ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription