જામનગર નાગર ક્રિકેટ ક્લબ દ્વારા વિનુ માંકડ ટ્રોફી ટુર્નામેન્ટનું આયોજન

જામનગર તા. ૮ઃ જામનગર નાગર ક્રિકેટ ક્લબના ઉપક્રમે ભારતના ગૌરવરૃપ ક્રિકેટ ખેલાડી અને જામનગરના વતની નાગર જ્ઞાતિના વિનુ માંકડની પુણ્ય સ્મૃતિમાં પ્રથમ વખત સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અજીતસિંહ ક્રિકેટ પેવેલીયન (ક્રિકેટ બંગલા)ના મેદાન પર કરવામાં આવ્યું છે.

આ ટુર્નામેન્ટનો આરંભ તા. ૦૯-૧૧-૧૯ના સવારે ૭-૩૦ વાગ્યે રમેશભાઈ માંકડ તથા ડો. વિરલભાઈ છાયાના હસ્તે કરવામાં આવશે.

આ પ્રસંગે અતિથિ વિશેષપદે નાગર જ્ઞાતિના પ્રમુખ અમીતભાઈ ઓઝા, ઉપપ્રમુખ ભોલાનાથ રીંડાણી ઉપસ્થિત રહેશે.

આ ટુર્નાેમન્ટના સમાપન સમારંભ તા. ૧૦-૧૧-૧૯ના સાંજે ૫-૪૫ વાગ્યે યોજાશે. આ પ્રસંગે લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, પૂર્વ રણજી ખેલાડી ચંદ્રશેખર બક્ષી, જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ના પ્રમુખ અજયભાઈ સ્વાદીયા અશોકભાઈ બુચ અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેશે.

આ ટુર્નામેન્ટમાં જામનગર, નવાનગર નોટરીયસ, વડોદરા, અમદાવાદ, મુંબઈ તથા ભાવનગરની ટીમો ભાગ લેશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit