દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુળવાસર અડધી સદીથી સમરસ

જામનગર તા. ૧૩ઃ સત્તા મેળવવા માટે પ્રવર્તમાન સમયમાં લકો અનેક કાવાદાવા કરતા હોય છે, ત્યારે દ્વારકા જિલ્લાનું એક ગામ એવું છે કે છેલ્લા પ૪ વર્ષથી અહિં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ જ નથી. પ્રતિવર્ષ સર્વ સંમતિથી જ સરપંચ-સભ્યોની નિયુક્તિ કરવામાં આવે છે. રાજકીય નેતાઓએ આ ગામમાંથી શીખ લેવી જોઈએ.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુળવાસર ગામ આજના રાજકીય માહોલ માટે અનોખુ દૃષ્ટાંત પૂરૃં પાડતું ગામ છે. ૧૯૯૩ પછી આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જ થયેલ નથી. આશરે ૧૦૦૦ ની માનવ વસતિ ધરાવતા મુળવાસર ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થતી નથી. આ ગામના સરપંચ તરીકે માણેક પરિવારનો દબદબો રહ્યો છે. ૪૦ વર્ષ સુધી માપભા માણેક સતત સરપંચ પદે રહ્યા પછી તેમના પરિવારજનો આ પદ શોભાવી રહ્યા છે.

જો કે ગ્રામજનો હજુ થોડો વિકાસ ઝંખી રહ્યા છે. જો શિક્ષણની વધુ સુવિધા મળે તો ગામના વિદ્યાર્થીને દ્વારકા સુધી ઉચ્ચ શિક્ષણ માટે અપડાઉન કરવામાંથી મુક્તિ મળે.

આમ સત્તાની લાલસામાં અનેક કરતબો અજમાવતા કહેવાતા રાજકીય આગેવાનોએ આ મુળવાસર ગામમાંથી શીખ લેવી ઘટે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00