ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

જામનગર સંસદીય ક્ષેત્રના ભાજપના પ્રભારીઓ દ્વારા બેઠકનો ધમધમાટ

જામનગર તા. ૧૦ઃ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૃ કરી દીધો છે. જે અન્વયે ગઈકાલે નિરીક્ષકો જામનગર આવી પહોંચ્યા હતાં અને જિલ્લા ભાજપના સ્થાનિક આગેવાનો સાથે બેઠકનો ધમધમાટ કર્યો હતો. આ પછી આજે સવારે જામનગર શહેર ભાજપના આગેવાનો સાથે બેઠક શરૃ કરવામાં આવી છે.

આગામી લોકસભાની ચૂંટણીઓમાં સત્તા કબજે કરવા ભાજપ દ્વારા હરહંમેશ મુજબ આગોતરૃ આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં પ્રભારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.

જામનગર જિલ્લાના પ્રભારીઓ ધનસુખભાઈ ભંડેરી, રમણભાઈ વોરા, યોગેન્દ્રસિંહ ગોહિલ અને રૃપાબેન શીલુ ગઈકાલે જામનગર આવ્યા હતાં. તેમણે સૌપ્રથમ લાલપુરમાં બેઠકનો ધમધમાટ શરૃ કર્યો હતો. જ્યાં તેમણે જામજોધપુર-લાલપુરના સ્થાનિક આગેવાનો સાથે ચર્ચાઓ કરી હતી.

આ પછી જામનગર તાલુકાના સિક્કા અને જામનગર તાલુકાના આગેવાનો સાથે અટલ ભવનમાં બેઠક શરૃ કરવામાં આવી હતી. ત્યારપછી નિરીક્ષકો કાલાવડ પહોંચ્યા હતાં. જ્યાં હનુમાન મંદિર પાસે બપોરે બેઠક યોજવામાં આવી હતી અને ગઈકાલે છેલ્લી બેઠક ધ્રોલમાં યોજવામાં આવી હતી. જ્યાં ધ્રોલ-જોડીયાના સ્થાનિક ભાજપના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી. તમામ આગેવાનોની રજુઆતો, સૂચનો મેળવાયા હતા. તો કેટલાક મુદ્દે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને પ્રવાસ કરીને લોકસંપર્ક કરવા જણાવાયું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, મુળુભાઈ બેરા, દિલીપસિંહ ચુડાસમા, રમેશભાઈ મુંગરા તથા પક્ષના મહામંત્રીઓ ડો. વિનુભાઈ ભંડેરી, ચેતનભાઈ કડીવાર અને પ્રવિણસિંહ જાડેજા, મુકુન્દભાઈ સભાયા, હસમુખભાઈ કણઝારીયા, ભરતભાઈ અકબરી, કુમારપાલસિંહ રાણા, ભવાનભાઈ, અરસીભાઈ કરંગીયા, જેઠાભાઈ અઘેરા, મગનભાઈ વજાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આ પછી આજે જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં બેઠક યોજવામાં આવી હતી. જ્યાં ચારેય નિરીક્ષકો-પ્રભારીઓ દ્વારા શહેર ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી. આજે આખો દિવસ ચાલનારી આ મેરેથોન બેઠકમાં શહેર ભાજપના જુદા-જુદા વિભાગના આગેવાનો વોર્ડના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવનાર છે. આજે સવારે યોજાયેલી બેઠકમાં શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા ઉપરાંત પક્ષના મહામંત્રીઓ, મહાપાલિકામાં શાસક પક્ષના દંડક જડીબેન સરવૈયા, સ્ટે. કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, ધીરૃભાઈ કારીયા, ખુમાનસિંહ સરવૈયા, મનસુખભાઈ ખાણધર, ગોપાલભાઈ સોરઠીયા, હર્ષિદાબેન પંડ્યા, રચનાબેન નંદાણીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00