જામજોધપુરના સડોદરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર કૌટુંબીક દાદાને આજીવન કેદ

જામનગર તા. ૧૨ઃજામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતી એક સગીરા પર ચાર વર્ષ પહેલાં તેના જ કૌટુંબીક દાદા તેમજ અન્ય ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. ગર્ભવતી બની ગયેલી તરૃણીએ ફરિયાદ નોંધાવી હતી. તે પછી આ સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. પોલીસે આઈપીસી ૩૭૬ તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલી જતા એક આરોપીને આજીવન કેદની સજા તેમજ અન્ય ત્રણ આરોપીઓને બે આરોપીઓને દસ વર્ષ અને એક આરોપીને સાત વર્ષની કેદ ઉપરાંત રોકડના દંડ ફટકાર્યા છે.

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં વર્ષ ૨૦૧૫માં બનેલા આ બનાવની વધુ વિગત મુજબ સડોદરમાં રહેતા એક પરિવારની ૧૪ વર્ષની પુત્રી બનાવના દિવસે શાળાએથી ઘેર પરત આવી ત્યારે તાળુ જોઈ નજીકમાં જ રહેતા પોતાના કુટુંબી દાદાને ઘેર ચાલી જ્યાં કોઈ હાજર ન હોય આ તરૃણીને કુટુંબી દાદાએ તેણી પર નજર બગાડી દુષ્કર્મ ગુજારી બદનામ કરી નાખવાની ધમકી આપી ચૂપ રહેવાની ફરજ પાડી હતી. તે પછી બે-ત્રણ વખત આવી જ રીતે દુષ્કૃત્ય આચર્યું હતું. તે દરમ્યાન સડોદરમાં જ રહેતા અને ગામમાં કરિયાણા તથા બુકસ્ટોલનો માલસામાન વેચતા ખીમાણંદ જગાભાઈ બેરા ઉર્ફે ખીરાની દુકાને આ તરૃણી ગુંદર ખરીદવા માટે ગઈ ત્યારે ખીમાએ પોતાની દુકાન બંધ કરી અંદર લઈ જઈ આ સગીરાને દુષ્કર્મનો ભોગ બનાવી હતી.

ત્યારપછી છએક મહિલા વિત્યે તરૃણીને પેટમાં દુખાવો થવા લાગતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં તબીબોએ તેણીનું ચેકઅપ કરતા આ તરૃણીના પેટમાં છ મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. ડઘાઈ ગયેલા તેણીના પરિવારે પુત્રીને સાંત્વના આપી ગઈ તા. ૧૯-૦૯-૨૦૧૫ના દિને શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં પહોંચી હકીકત વર્ણવતા પોલીસે આ તરૃણીની ફરિયાદ પરથી ખીમા તેમજ રાજા ઉકાભાઈ રાઠોડ સામે ગુન્હો નોંધ્યો હતો. આ તરૃણીની પોલીસે વધુ પુછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે સડોદર ગામમાં જ ગુલ્ફી વેચવાની દુકાન ધરાવતા રમેશ ઉકાભાઈ પટેલ અને શાકભાજીનો વ્યવસાય કરતા અનિલ જેન્તિભાઈ જોશીએ પણ પોતાની દુકાનમાં તેણી પર દુષ્કૃત્ય આચર્યાની હકીકત ખુલવા પામી હતી. તપાસ દરમ્યાન જ આ તરૃણીએ બાળકને જન્મ આપતા પોલીસે તે બાળક અને આરોપીઓનો ડીએનએ ટેસ્ટ કરાવ્યા પછી તમામ ચાર આરોપી સામે ગુન્હો નોંધ્યો હતો.

ઈન્ડિયન પીનલ કોર્ટની કલમ ૩૭૬, ૩૫૪ (અ), પોક્સો એક્ટની કલમ ૪ તથા ૬ હેઠળ નોંધાયેલા આ ગુન્હાનું ચાર્જશીટ થયા પછી જામનગરની પોક્સો કોર્ટમાં તે કેસ ચાલવા પર આવ્યો હતો. સરકાર તરફથી રોકાયેલા પબ્લિક પ્રોસીક્યુટરે ૪૮ જેટલા દસ્તાવેજી પુરાવા ૧૭ સાહેદોની જુબાની લેવડાવી હતી. અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ચારેય આરોપીઓને તક્સીરવાન ઠેરાવ્યા હતાં.

સરકારી વકીલે ભોગ બનનારનું મેજી. સમક્ષનું નિવેદન માનવું જોઈએ તેમજ અત્યંત ગંભીર પ્રકારના આ ગુન્હામાં આરોપીઓને કડક સજા કરવાની માંગણી કરી હતી. અદાલતે આરોપીઓ પૈકીના રાજા ઉગાભાઈ રાઠોડને આઈપીસી ૩૭૬ના ગુન્હામાં આજીવન કેદની સજા તથા રૃા. દસ હજારનો દંડ અને આઈપીસી ૫૦૬ (૨) ના ગુન્હામાં એક વર્ષની કેદ તથા રૃા. ૧૦૦૦નો દંડ ફટકાર્યા છે. ઉપરાંત આરોપી ખીમાણંદ જગાભાઈને આઈપીસી ૩૭૬ના ગુન્હામાં દસ વર્ષની સખ્ત કેદની સજા, રૃા. દસ હજારનો દંડ, આરોપી રમેશ ઉકાભાઈ પટેલને આઈપીસી ૩૭૬ના ગુન્હામાં દસ વર્ષની કેદ, રૃા. દસ હજારનો દંડ તેમજ આરોપી અનિલ જેન્તિભાઈ જોશીને આઈપીસી ૩૫૪ (અ)ના ગુન્હામાં બે વર્ષની કેદ તથા રૃા. દસ હજારનો દંડ તેમજ ચારેય આરોપીઓને પોક્સો એક્ટની કલમ ચારના ગુન્હામાં સાત વર્ષની કેદ, રૃા. દસ હજારનો દંડ, કલમ ૬ હેઠળના ગુન્હામાં દસ વર્ષની કેદ તથા રૃા. દસ હજારનો દંડ ફટકાર્યા છે. સરકાર તરફથી પીપી ડી.બી. વજાણી રોકાયા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit