ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ભારતમાં ક્યાંય ગ્રહણ દેખાશે નહીંઃ આવતીકાલે ખંડગ્રાસ સૂર્યગ્રહણ

અમદાવાદ તા. ૧૦ઃ દુનિયાના અમુક દેશો અને પ્રદેશોમાં શનિવાર, તા. ૧૧ મી ઓગસ્ટે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્ભુત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં કોઈપણ સ્થળેથી આ ગ્રહણ જોવા મળશે નહિં. વર્ષ ર૦૧૮ નું આખરી ગ્રહણ જોવામાં ભારતના લોકો વંચિત રહેવાના છે. જ્યારે ખગોળ વૈજ્ઞાનિકોએ ખંડગ્રાસ સૂર્યગ્રહણની ગતિવિધિ જાણવા ઉત્તર યુરોપ, પૂર્વ એશિયા અને ઉત્તર અમેરિકામાં પડાવ નાખી દીધો છે. રાજ્યમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ માટે ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ તૈયારી આરંભી દીધી છે. આ ખગોળિય ઘટના માટે વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરશે.

જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે અષાઢ કૃષ્ણપક્ષ અમાસને શનિવાર, તા. ૧૧ મી ઓગસ્ટ, ર૦૧૮ ના કર્ક રાશિ, આશ્લેષા નક્ષત્રમાં થનારૃ ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિં. જ્યારે વિશ્વના અમુક દેશો-પ્રદેશોમાં ગ્રહણ જોવા મળશે તેમાં ઉત્તર યુરોપ, પૂર્વ એશિયા, ઉત્તર અમેરિકા, એટલાંટિક મહાસાગર, આર્કટિક પ્રદેશ, ઉત્તર કેનેડા, ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, સ્કેડિનેવિયા, મોંગલિયા, કઝાકીસ્તાન અને ચીનનો મોટો પ્રદેશ આસપાસ વિસ્તારમાં ગ્રહણ અદ્ભુત-આહ્લાદક અવકાશી નજારો બનવાનો છે.

ભારતના સમયાનુસાર ભૂમંડલે ગ્રહણ સ્પર્શઃ ૧૩ કલાક ને ૩ર મિનિટ, ગ્રહણ મધ્યઃ ૧પ કલાક ને ૧૭ મિનિટ, ગ્રહણ મોક્ષઃ ૧૭ કલાક ને ૧ મિનિટ, ગ્રહણ ગ્રાસમાનઃ ૦.૭૩૭ રહેશે. વિશ્વના દેશોમાં સાડાત્રણ કલાકનો ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અવકાશી નજારો બનશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00