અત્યાધુનિક ફિટલ મેડિસીન ક્લિનિક-ફિટોસ્કેનનો શુભારંભ

જામનગર તા. ૩૦ઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તબીબી વિદ્યાશાખાના ઈતિહાસમાં સૌથી વધુ ૧૬-ગોલ્ડમેડલ મેળવનાર પ્રતિભાશાળી ડો. અર્પણા વી. ડોડિયા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌપ્રથમ એકમાત્ર અત્યાધુનિક ફિટલ મેડિસીન (ગર્ભાવસ્થા દરમિયાન બાળકની બધી તપાસ તથા સારવાર) ક્લિનિકની આવતીકાલથી ડોક્ટર્સ ડે ના શરૃઆત કરવા જઈ રહ્યાં છે.

ડો. અર્પણા વી. ડોડિયાએ એમ.ડી. (રેડિયો ડાયોગ્નોસીસ) ની ડીગ્રી મેળવ્યા બાદ ફિટલ મેડિસીનમાં સ્પેશ્યલાઈઝેશન કર્યુ છે. તેમણે એમ.બી.બી.એસ.નો અભ્યાસ સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજમાં કર્યા પછી ચેન્નાઈની પ્રખ્યાત ફિટલ મેડિસીન સેન્ટર-મેડિસ્કેનમાંથી ઓબસ્ટ્રેટીક અલ્ટ્રા સાઉન્ડની ફેલોશીપ તથા પોંડીચેરીના ધ ફિટલ ક્લિનિકમાંથી ફિટલ મેડિસીન અને ઈન્ટરવેન્સન્સની ફેલોશીપ કરી છે.

ડો. અર્પણાએ અમેરિકાની ટેકસાસ ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી ફિટલ ઈન્ટરવેન્સન્સની તથા ફિટોસ્કોપી અને ઓપન ફિટલ સર્જરી તથા લંડનની પ્રતિષ્ઠિત કિંગ્સ કોલેજ હોસ્પિટલમાંથી ફિટલ મેડિસીન ફાઉન્ડેશન હેઠળ ટ્રેઈનીંગ મેળવી છે.

ફિટલ મેડિસીન ક્લિનિકમાં ઉપલબ્ધ સુવિધાઓ

ગર્ભાવસ્થા દરમિયાન સોનોગ્રાફીથી તબક્કાવાર બાકળના વિકાસની તપાસ તથા ખોડ-ખાપણનું નિદાન.

ગર્ભસ્થ બાળકના હ્યદયની વિગતવાર તપાસ (ઈકોકાર્ડિયોગ્રાફી), સોનોગ્રાફી દ્વારા જણાયેલ ખોડ-ખાપણનું એમનીયોસેન્ટેસીસ અને કોરીયોનીક વીલસ સેમ્પલીંગ દ્વારા થતું સચોટ નિદાન, પ્રેગનન્સી દરમિયાન ગર્ભસ્થ બાળકના ખોડ-ખાપણની સારવાર, ગર્ભસ્થ શિશુના આનુવંશિક (જીનેટિક) રોગોનું મૂલ્યાંકન, પરિવાર અથવા સગા-સંબંધીમાં જણાયેલ ખોડ-ખાપણવાળા બાળકનું જીનેટીકલ મૂલ્યાંકન તથા આવનારી પ્રેગનન્સીમાં ખોડ-ખાપણ અટકાવવાના પ્રયત્નો. એકથી વધુ બાળકો ધરાવતી પ્રેગનન્સી દરમિયાન થતા કોમ્પ્લીકેશનનું નિદાન તથા સારવાર.

ડો. અર્પણા ડોડિયા તેમની જવલંત વિદ્યાર્થી કારકીર્દિ અને બહોળા અનુભવ ઉપરાંત પરિવારમાં પણ તબીબી ક્ષેત્રનો વારસો ધરાવે છે. વરસોથી જામનગરની પ્રખ્યાત જી.જી. હોસ્પિટલ તથા એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં  સર્જરીના ભૂતપૂર્વ પ્રોફેસર તથા મેડિકલ ફેકલ્ટીના ડીન તરીકે ખ્યાતિ ધરાવતા ડો. વિજયસિંહ બી. ડોડિયા અને ગાયનેક ડીપાર્ટમેન્ટમાં ભૂતપૂર્વ પ્રોફેસર તરીકે પ્રતિષ્ઠિા ધરાવતા ડો. મિલીબેન ડોડિયાના પુત્રી છે. તેમના ભાઈ ડો. અપૂર્વ વી. ડોડિયા જી.જી. હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં સેવા આપી રહ્યાં છે. તેમજ તેણીના ભાભી ડો. પૂર્વી ડોડિયા શહેરના જાણીતા ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવા આપી રહ્યાં છે.

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ક્લિનિકની ઉદ્ઘાટન વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી.

close
Ank Bandh
close
PPE Kit