વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

હાલારમાં મેઘાવી માહોલ વચ્ચે અડધાથી દોઢ ઈંચ વરસાદ

જામનગર તા. ૧૦ઃ જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર તાલુકા મથકમાં ગઈકાલે વરસાદી ઝાપટાં વરસ્યા હતાં તો તાલુકાના વસઈ, લાખાબાવળમાં પોણો ઈંચ વરસાદ થયો હતો. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામોમાં દોઢ ઈંચ જેટલો વરસાદ થયો હતો.

લાંબા સમય પછી ફરી વખત હાલારમાં મેઘાવી માહોલ જોવા મળતા લોકોને સારા વરસાદની આશા બંધાઈ છે. આ દરમિયાન ગઈકાલે વરસાદી ઝાપટાં વરસ્યા હતાં જેમાં જામનગરમાં દિવસ દરમિયાન ૧૦ મી.મી. અને ધ્રોળમાં ચાર મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં ૯ મી.મી. અને દ્વારકામાં ચાર મી.મી.નું વરસાદી ઝાપટું વરસ્યું હતું.

જામનગર તાલુકા મથકમાં લાખાબાવળમાં ર૦ મી.મી. અને વસઈમાં ૧૭ મી.મી. વરસાદ થયો હતો જ્યારે અલિયાબાડામાં ૧૦ મી.મી. અને મોટી બાણુંગાર ગામમાં પાંચ મી.મી.નું વરસાદી ઝાપટું વરસ્યું હતું. હજુ પણ વરસાદ માહોલ જળવાયો છે. ખંભાળિયા, પોરબંદર માર્ગના કેશોદ, વિંજલપર, શેરડી,  ભાડથર ગામમાં એકથી દોઢ ઈંચ વરસાદ થયો હોવાના વાવડ મળી રહ્યા છે. તો ભાણખોખરી ગામમાં પણ અડધાથી એક ઈંચ વરસાદ થયો છે. લાંબા સમય પછી ખંભાળિયા પંથકમાં મેઘરાજાનું પૂનરાગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન રપ.પ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૧.૮ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૩ ટકા રહ્યું હતું તેમજ પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૭.ર કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription