દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

પ્રદૂષણ ફેલાય તથા જાહેર આરોગ્યને હાનિ થાય એ રીતે ફટાકડા ન ફોડવા તાકીદ

જામનગર તા. ૭ઃ દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડા (દારૃખાના) થી આગના, અકસ્માતના અને તોફાનોના બનાવો બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી અને તેથી આવા બનાવો ન બને તે આશયથી તેમજ સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલા આદેશ અન્વયે ૧રપ ડેસીબલ (એઆઈ) યુનિટ અથવા ૧૪પ ડેસીબલ (સી) યુનિટથી અવાજ વધે તેવા એટમ બોમ્બ, હવાઈ ચકરી, રામબાણ, રોકેટ, આકાશ તરફ કે અન્ય દિશામાં ઊડતા ફટાકડા તથા આતેશબાજી સળગાવીને નાખવાની તથા આતશબાજીનું બલુન વગેરે જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ જાહેર સ્થળો જેવા કે પેટ્રોલપંપ, કેરોસીનના ગોડાઉન, વેર હાઉસ, ગીચ રહેણાંક વિસ્તાર, આનંદ પ્રમોદના સ્થળો, જાહેર રસ્તાઓ તથા જે જગ્યાએ તુરંત સળગી ઊઠે તેવા પદાર્થ રાખેલ હોય તેવી જગ્યાના પ૦ મીટરની અંદરના વિસ્તારમાં નિયમનુસાર ફટાકડા ન ફોડવા જાહેર તારીદ કરવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટના હુકમનો મૂળભૂત હેતુ ડટાકાથી થતાં પ્રદૂષણ અને જાહેર આરોગ્યને થતી હાનિ રોકવાનો છે, જેથી તેનો અમલ કરવા જાહેર તાકીદ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00