ન્યૂઝીલેન્ડ પછી બ્રિટનની પાંચ જેટલી મસ્જીદોમાં કરાઈ તોડફોડઃ એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા કરાઈ તપાસ શરૃ / દિલ્હીમાંથી જૈશના આતંકી સજાદ ખાનની કરાઈ ધરપકડઃ પુલવામાં હુમલાખોરોના હતો સંપર્કમાં / ગ્રીનકાર્ડ મેળવવા માટે ગુજરાતના ર૩૦ જેટલા બિલડર્સ અમેરિકામાં ૮૦૦ કરોડ થી વધુનું કરશે રોકાણ /

દ્વારકામાં જિલ્લા કલેક્ટર મીનાના હસ્તે મતદાર જાગૃતિ રથનું પ્રસ્થાન

દ્વારકા તા. ૧૧ઃ સમગ્ર દેશમાં આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાર જાગૃતિના અભિયાનની સાથે ગઈકાલે દ્વારકા તાલુકા તથા શહેરના મતદારો લોકશાહીની આ પ્રક્રિયાનો લાભ લે તથા વધુને વધુ મતદાન થાય તેવા હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાએ દ્વારકાધીશ મંદિરથી મતદાર જાગૃતિ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. મામલતદાર પ્રશાંત માંગુલા તથા નાયબ વહીવટદાર ગોહિલ તથા દેવસ્થાન સમિતિના નાયબ વહીવટદાર હરીશ પટેલ પણ સાથે જોડાયા હતાં.

કલેક્ટર મીનાએ નોબતના પ્રતિનિધિ ચંદુભાઈ બારાઈને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે મતદારોમાં વિશેષ જાગૃતિ આવે અને ઈવીએમ તથા વીવીપેટ નો ઉપયોગની સમજણ મતદારોને પ્રત્યક્ષ રીતે આપવામાં આવશે તથા દ્વારકા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને ઓખા પાલિકાના વિસ્તારમાં આ રથ મતદારોને મતદાન માટે જાગૃત કરશે. આ રથ લોકસભાની ચૂંટણીની પ્રક્રિયાના અંતિમ દિન સુધી ચલાવવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00