બાળક સાથે દુષ્કર્મના કેસમાં થશે મોતની સજાઃ ૫ોક્સો સંશોધનને કેબિનેટની મળી મંજુરી / યશવંત સિન્હાએ અંતે ભાજપ છોડયુંઃ રાષ્ટ્ર મંચની કરશે સ્થાપના / રાજનાથ્સિંહએ કહ્યું અમે પાક પર પ્રથમ ગોળી નહીં ચલાવીએઃ અને જો તે ચલાવશે તો અમે ગણીશું નહીં /

ખાનકોટડામાં પરિણીતા પર નરાધમનું પાશવી દુષ્કર્મ

જામનગર તા.૧૬ ઃ કાલાવડના ખાનકોટડામાં દસેક દિવસ પહેલા અવેડે કપડા ધોવા ગયેલી એક પરિણીતાને ભરબપોરે એક શખ્સે નજીકમાં આવેલી ઓરડીમાં ઢસડી જઈ તેણી પર પાશવી દુષ્કર્મ ગુજાર્યાની તે મહિલાએ ફરિયાદ નોંધાવી છેે. પોલીસે આરોપીની શોધ શરૃ કરી છે.

કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં રહેતા એક પરિણીત મહિલા ગઈ તા.૪ની બપોરે પોતાના ઘરેથી કપડા ધોવા માટે પેઠાપીરની દરગાહ પાસે આવેલા અવેડાએ પહોંચ્યા હતા જ્યાં આ મહિલાએ કપડા ધોવાનું શરૃ કર્યું તે દરમ્યાન ત્યાં ખાનકોટડાનો જ બાબુ ભીખાભાઈ પટેલ નામનો શખ્સ આવી પહોંચ્યો હતો.

આ શખ્સે કપડા ધોઈ રહેલી મહિલા પર કુદૃષ્ટિ કર્યા પછી તેણીને બાજુમાં આવેલી ઓરડીમાં લઈ જઈ તેણી પર પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ શખ્સના કરતૂતથી હેબતાયેલી મહિલાને બાબુ ભીખાભાઈએ છરી બતાવી ઉપરોકત બાબતની કોઈને વાત કરીશ તો તને તથા તારા પતિને પતાવી દઈશ તેવી ધમકી પણ આપી હતી.

ઉપરોક્ત કૃત્યથી ડઘાયેલી મહિલાએ ગઈકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દોડી આવી પીએસઆઈ પી.એસ. કોરીંગા સમક્ષ ઉપરોકત હકીકત વર્ણવતા પોલીસે તેણીની ફરિયાદ પરથી બાબુ ભીખાભાઈ પટેલ સામે આઈપીસી ૩૭૬, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00