રાજકોટના સાસરિયા સામે નગરની પરિણીતાની અદાલતમાં ફરિયાદ

જામનગર તા. ૧૨ઃ જામનગરની વાણંદ જ્ઞાતિના પ્રમુખ ખોડીદાસભાઈ વાલજીભાઈ શીશાંગિયાના પુત્રી જલ્પાબેનના લગ્ન વર્ષ ર૦૧ર માં રાજકોટના રાજનગરમાં રહેતા પ્રયાગરાજ નટવરલાલ રાઠોડ સાથે થયા પછી આ દંપતીને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. આ પછી સાસરિયા દ્વારા દહેજની માંગણી કરવામાં આવતી હતી અને જલ્પાબેનની અવગણના કરાતી હતી.

આ પરિણીતાને ગઈ તા. ૯.૧.ર૦૧૯ ના દિને પતિ પ્રયાગરાજ, સસરા નટવરભાઈ તથા સાસુ મીનાબેને ઘરમાંથી કાઢી મૂકતા પિયર પરત આવેલા જલ્પાબેન પાસેથી ગયા માર્ચ મહિનામાં પુત્રને સાસરિયાઓ લઈ જતા અને છૂટાછેડા આપવા માટે દબાણ કરતા જલ્પાબેને જામનગરની અદાલતમાં ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ તેમજ રાજકોટની ફેમીલી કોર્ટમાં પુત્રનો કબજો મેળવવા કેસ કર્યો છે. ફરિયાદી તરફથી વકીલ જાગૃતિબેન વ્યાસ, કલ્પનાબેન વ્યાસ, મીનાક્ષીબેન ત્રિવેદી, નિધિબેન પંડ્યા રોકાયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit