પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

વિવિધ રોટરી ક્લબના નવા હોદ્દેદારોના શપથ ગ્રહણ સમારોહનું આયોજન

જામનગર તા. ૧૧ઃ રોટરી ક્લબ ઓફ સેનોરાઝ, રોટરી ક્લબ ઓફ એમીગોસ, રોટરી ક્લબ ઓફ ઈમેજીકા તથા રોટરી ક્લબ ઓફ ઈમેજીકા યુથના નવા હોદ્દેદારોના શપથ ગ્રહણ સમારોહનું તા. ૧ર.૭.ર૦૧૮ ને ગુરુવારે સાંજે ૭ કલાકે કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે, જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તેમજ અતિથિવિશેષ તરીકે મેયર હસમુખભાઈ જેઠવા તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન  સુભાષભાઈ જોષી ઉપસ્થિત રહેશે.

રોટરી ક્લબ ઓફ સેનોરાઝના પ્રેસિડેન્ટ તરીકે હીનાબેન મહેતા તથા સેક્રેટરી તરીકે નિશાબેન અસ્વાર શપથ લેશે. રોટરી ક્લબ ઓફ એમીગોસના પ્રેસિડન્ટ તરીકે પૂજાબેન ભાટિયા તથા સેક્રેટરી તરીકે વિશેષભાઈ ચાંદ્રા શપથ ગ્રહણ કરશે.

રોટરી ક્લબ ઓફ ઈમેજીકામાં પ્રેસિડેન્ટ તરીકે પ્રદ્યુમનસિંહ ડી. જાડેજા તથા સેક્રેટરી તરીકે દર્શિતભાઈ સોલાણી શપથ ગ્રહણ કરશે. રોટરી ક્લબ ઓફ ઈમેજીકા યુથના પ્રેસિડેન્ટ તરીકે નિશ્ચયભાઈ ભટ્ટ તથા સેક્રેટરી તરીકે સાવનભાઈ સોલંકી શપથ ગ્રહણ કરશે.

રોટરી ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦ ના ડીસ્ટ્રીક્ટ ગવર્નર પીન્કીબેન પટેલ તથા ડી.ડી.આર. ખુશાલભાઈ શાહ ઈન્સ્યેલેશન ઓફિસરની ભૂમિકા નિભાવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00