આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

જામનગરમાં ૪૦૪ નળ જોડાણો કટ કરાયાઃ સવા બે કરોડની વસુલાત

જામનગર તા. ૧૩ઃ જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદીમાં જણાવ્યા મુજબ મ્યુનિ. કમિશ્નરના આદેશ અન્વયે વોર્ડ નં. ૧ થી ૧૯ માં પાણી ચાર્જની બાકી રહેતી રકમની વસુલાત માટેની કામગીરી કરવા માટે જુદી-જુદી ૧૯ ટીમો દ્વારા વસુલાતની કામગીરી કરવામાં આવી રહેલ છે. જેમાં વર્ષ ર૦૦૬ પહેલાનું અને ર૦૦૬ પછીનું વોટર ચાર્જની બાકી રોકાતી રકમ અંગે લગત આસામીઓને નોટીસો પાઠવીને દિવસ-૩ માં બાકી રોકાતી રકમ ભરપાઈ કરવામાં ન આવે તેવા આસામીઓને નળ કનેકશન ડીસ કનેક્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

જે અનુસંધાને તા. ૧ર-ર-ર૦૧૮ સુધીમાં અલગ-અલગ વોર્ડમાં કુલ ૪૦૪ નળ કનેકશન ડીસ કેનક્ટ કરવામાં આવ્યાં છે. તેમજ બાકી રહેતા પાણી ચાર્જની રકમ રૃા. ર,ર૪,૭૬,૭૪૦ ની વસુલાત કરવામાં આવેલ છે. અને આગામી સમયમાં પણ આ કામગીરીને વધુમાં વધુ વેગ આપવા નાયબ કમિશ્નરની અધ્યક્ષતામાં દરેક ટીમનો રીવ્યુ લઈ પાણી ચાર્જની બાકી રોકાતી રકમ ભરપાઈ ન કરે તેવા આસામીઓના નળ કનેકશન ડીસ કનેક્ટ કરવા સૂચના આપવામાં આવેલ છે. જે અન્વયે કડીયાવાડ તથા નંદનવદન મારવાડાવાસ વિસ્તારમાં નળ કનેકશનો ડીસ કનેક્ટ કરવામાં આવ્યાં છે. જેથી બાકી રહેતા પાણી ચાર્જની રકમ સત્વરે ભરપાઈ કરીને જામનગર મહાનગરપાલિકાને સહકાર આપવા અનુરોધ કરાયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00