પોલીસની કોમ્બીંગ નાઈટઃ ખાણીપીણીના સ્થળે કરાયું વિશિષ્ટ ચેકીંગ

જામનગરના જી.જી. હોસ્પિટલવાળા રોડ તેમજ સરૃ સેક્શન રોડ પર મોડીરાત્રિ સુધી કેટલીક ચા-પાણીની હોટલ, ખાણીપીણીની દુકાનોમાં ચા-નાસ્તો કરવા આવતા નાગરિકો આડેધડ રીતે પોતાના વાહનો રાખી દઈ ટ્રાફિકમાં અડચણ સર્જતા હોય તેવી રજુઆત પોલીસને કરવામાં આવતા ગઈકાલે કોમ્બીંગ નાઈટ દરમ્યાન સિટી સી ડિવિઝનના પીઆઈ એમ.જે. જલુ તેમજ ડી સ્ટાફ અને સિટી બી ડિવિઝનના સ્ટાફ દ્વારા કાયદાની અમલવારી કરાવવામાં આવી હતી. રોડ પર પડેલા વાહનોને સાઈડમાં રાખવા માટે તાકીદ કરવા ઉપરાંત પોલીસે રોડની વચ્ચે ડીવાઈડર પર આરામથી બેસી ચા-નાસ્તાની મોજ માણતા નાગરિકોને પણ સાઈડમાં ખસી જવાની ચેતવણી આપી હતી. તે ઉપરાંત જી.જી. હોસ્પિટલ રોડ, બેડી રોડ અને સરૃ સેક્શન રોડ પર બ્રેથ એનલાઈઝરનો ઉપયોગ કરી પોલીસે મોડીરાત્રે રખડતા કેટલાક તત્ત્વોને તેઓ નશામાં છે કે કેમ તેની ચકાસણી કરી હતી જેમાં એક શખ્સ નશો કરીને રખડતો પકડાઈ ગયો હતો. ગઈરાત્રે જ જુના રેલવે સ્ટેશન પાસે નોનવેજની એક રેંકડીએ મારામારી પણ થઈ હોય પોલીસે તે સ્થળે ધસી જઈ મામલા પર કાબુ મેળવ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription