જામનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં ૪૭ તબીબોની જગ્યામાંથી રર જગ્યા ખાલી

ગાંધીનગર તા. ૧૧ (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)ઃ હાલારના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં વિધાનસભામાં અપાયેલી માહિતી મુજબ જામનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં મંજુર થયેલી ૪૭ તબીબની જગ્યામાંથી રર જગ્યા ખાલી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની ખાલી જગ્યા અંગે જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયાના લેખિત પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, કુલ ૪ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા ર૩ પ્રાથમિક કેન્દ્રો આવેલા છે, જગ્યા ખાછી હોવામાં ભરતી નિયમ મુજબની લાયકાત, અનુભવ ન ધરાવતા ઉમેદવારને લીધે જગ્યા ખાલી છે. સીધી ભરતીની પ્રક્રિયા ચાલુ છે. જામનગર જિલ્લા માટે કાલાવડના પ્રવિણ મુસડિયાના લેખિત પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, જામનગરમાં ૯ કેન્દ્રો તથા ૩૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે. જેમાં ૪૭ મંજુર, રપ ભરેલ અને રર જગ્યા ખાલી છે.

close
Nobat Subscription