ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ખંભાળીયા મામલતદાર કચેરી દ્વારા એક જ દિવસમાં ફૂડ સિક્યોરીટીના ૧૨૦૦ પ્રમાણપત્રો ઈસ્યૂ કરાયા

ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયા મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્વારા પ્રાંત અધિકારી ડી.સી. જોશીના માર્ગદર્શન હેઠળ લાભાર્થી કલ્યાણ મેળો યોજાયો હતો. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ એક જ દિવસમાં ૧૨૦૦ લાભાર્થીઓને પ્રમાણપત્રો આપીને રેકોર્ડ કામગીરી કરીને ગ્રામ્ય જનતાને અન્ન સલામતી હેઠળ અનાજ મળે તે માટે પ્રયાસો કર્યા હતાં.

આ યોજના હેઠળ ગરીબ લાભાર્થીઓને અત્યંત રાહતદરે અન્ન પૂરૃં પાડવામાં આવે છે. એક જ દિવસમાં વરસાદી વાતાવરણમાં ૧૨૦૦ લાભાર્થીને આ પ્રમાણપત્રો અપાયા હતાં.

ચોથો લાભાર્થી મેળો

ખંભાળીયા મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્વારા જિલ્લા કલેક્ટર જે.આર. ડોડીયા તથા પ્રાંત અધિકારી ડી.સી. જોશીના માર્ગદર્શન હેઠળ આ ચોથો લાભાર્થી મેળો યોજાયો હતો. અગાઉ પણ એક સાથે ૧૨૦૦-૧૨૦૦ પ્રમાણપત્રો તથા એક જ દિવસમાં ૧૨૦૦ ફાઈલોના નિકાલની રેકોર્ડ કામગીરી થઈ હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00