આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

વિશ્વમાં સૌથી વધુ હથિયારો ખરીદનાર દેશ બન્યું ભારત

નવી દિલ્હી તા. ૧૩ઃ ભારત વિશ્વમાંથી સૌથી વધુ હથિયારો ખરીદી રહ્યું છે, કારણ કે હજુ સુધી હથિયારોના ઘરઆંગણે નિર્માણની બાબતમાં ભારત આત્મનિર્ભર થયું નથી.

ભારત હજુ સુધી દેશમાં ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઝ વિક્સાવી શક્યું નથી. આ કારણે હથિયારો માટે ભારતે અન્ય દેશો પર જ નિર્ભર રહેવું પડે છે, જેથી હવે સંરક્ષણ સાધન સામગ્રી વિદેશમાંથી ખરીદનાર વિશ્વમાં પ્રથમ નંબરે આપણો દેશ બન્યો છે.

વર્ષ ર૦૧૩ થી ર૦૧૭ સુધી વિશ્વમાં હથિયારોની કુલ થતી ખરીદીના ૧ર ટકા ખરીદી એકલું ભારત કરી રહ્યું છે.

ઈન્ટરનેશનલ આર્મ્સ ટ્રાન્સફર્સ દ્વારા તાજેતરમાં જ ડેટા જાહેર કરાયા છે. વર્ષ ર૦૦૮ થી વર્ષ ર૦૧૩ ની સરખામણીમાં વર્ષ ર૦૧૩- થી ર૦૧૭ સુધી ભારતે ર૪ ટકા વધુ હથિયાર ખરીદ્યા છે.

ભારત પછીના ક્રમે સાઉદ્દી અરેબિયા, મિશ્ર, યુએઈ, ચીન, ઓસ્ટ્રેલિયા, અલ્જિરિયા, ઈરાક, પાકિસ્તાન અને ઈન્ડોનેશિયા આવે છે. ભારતે વર્ષ ર૦૧૩ થી વર્ષ ર૦૧૭ દરમિયાન કુલ ખરીદીના ૬૪ ટકા હથિયારો રશિયા પાસેથી ખરીદ્યા છે, તે ઉપરાંત ભારત ઈઝરાયલ અને અમેરિકા પાસેથી પણ હથિયારો ખરીદી રહ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00