આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

દ્વારકાના પોસ્ટમેનને ફોન પર ખંભાળિયાના શખ્સે ગાળો ભાંડી ધમકી

જામનગર તા.૧૩ ઃ દ્વારકાની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેનની ફરજ બજાવતા એક કર્મચારીને ખંભાળિયાના વિપ્ર વકીલે ફોન પર ગાળો ભાંડી ધાકધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. ઈ-ધરાનું કવર બીજાને આપી દેવાનો પોસ્ટમેને ઈન્કાર કરતા આ બનાવ બન્યો હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.

દ્વારકામાં વિજય ઓઈલ મીલ પાસે રહેતા અને પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા હિમતભાઈ ઓધવજીભાઈ મજીઠિયા (ઉ.વ.પ૮)  ઈ-ધરાનું રજીસ્ટ્રેશન એડી.થી આવેલું એક કવરનું વિતરણ કરવા માટે નીકળ્યા હતા. આ કવરમાં દર્શાવાયેલા મોબાઈલ નંબર પર કોલ કરી તે કવરના વિતરણ માટેની તજવીજ કરી હતી.

આ વેળાએ જે નંબર પર કોલ કર્યાે હતો તે ફોનના સામા છેડે રહેલા ખંભાળિયાના કરણ જોષી નામના શખ્સે આ રજીસ્ટ્રર એડી.વાળું કવર ત્યાં હાજર શખ્સને આપી દેવાની સૂચના આપી હતી, પરંતુ પોસ્ટમેન હિમતભાઈએ ઈ-ધરાનું કવર જેના નામનું હોય તેમને જ આપવાનો નિયમ છે, જે તે વ્યક્તિ ન મળે તો કવર પરત જવા દઈશું તેવો પ્રત્યુત્તર આપ્યો હતો. આથી ઉશ્કેરાયેલા કરણ જોષીએ હિમતભાઈને ફોન પર બીભત્સ ગાળો ભાંડી હવે તું નોકરી કેમ કરે છે તેમ કહી ધાકધમકી આપતા હિમતભાઈએ ગઈકાલે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના અનુસંધાને પોલીસે આઈપીસી ૫૦૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે જેની સામે ફરિયાદ થઈ છે તે શખ્સ મીડિયા સાથે સંકળાયેલો હોવાની સાથે જ  વકીલાત પણ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00