નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

ખંભાળીયા ન.પા.કારોબારી સમિતિની પ્રથમ બેઠક યોજાઈઃ ઘી નદીની સફાઈનો નિર્ણય

ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયા નગર પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન તરીકે તાજેતરમાં રઘુવંશી યુવા અગ્રણી દીપેશભાઈ પી. ગોકાણીની નિયુક્તિ થઈ હતી. જેમની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની પ્રથમ મિટિંગ યોજાઈ હતી. જેમાં પાલિકા પ્રમુખ શ્રીમતી શ્વેતાબેન અમિતભાઈ શુક્લ, પાલિકા સિની.સદસ્ય અને પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દત્તાણી, ચીફ ઓફિસર એ.કે.ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

મિટિંગમાં જુદી જુદી શાખાઓ તરફથી ૨૦૧૮-૧૯ના માલ-સામાનની ખરીદી અંગે થયેલ કાર્યવાહી અંગે, બાંધકામ શાખા દ્વારા આવેલ વિવિધ રસ્તાના કામો અંગે નિર્ણય લેવા, એસ.એન.ડી.ટી. શાળા પાસેની સોસાયટી તથા ખંભાળીયા મીલ સોસાયટીના રસ્તાના કામો અંગે તેમજ ઘી નદીમાંથી વેલ કાઢવાની કામગીરી કરવા, ખંભાળીયા ખામનાથ પુલ નવો બનાવવા પી.ડબ્લ્યુ.ડી. ને દરખાસ્ત કરવી, ૧૫ ઓગસ્ટની ઉજવણી કરવી તથા સંભવિત અછતની સ્થિતિમાં કામગીરી અંગે આયોજન નક્કી કરાયું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00