જામનગરમાં મહિલા પર હુમલો

જામનગર તા. ૯ઃ જામનગરના ગુલાબનગર પાસે દેવીપૂજકવાસમાં એક મહિલા પર ગઈકાલે હુમલો ર્ક હતો જ્યારે ખંભાળીયામાં એક યુવાનને એક મહિલા સહિત ચારે ધોકાવ્યો હતો.

જામનગરના ગુલાબનગર નજીક દેવીપુજકવાસમાં રહેતા લીલાબેન લાલુભાઈ પરમાર (ઉ.વ. ૫૦)ને ગઈકાલે સાંજે તેમના પાડોશી રાકેશ કાન્તિભાઈ રાઠોડ અને ભારતીબેન નામના વ્યક્તિઓએ પાઈપ તથા ફડાકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા લીલાબેન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ખંભાળીયામાં રાવળપાડામાં રહેતા પરેશ પરબતભાઈ ચૌહાણ પર ગુરૃવારે રાત્રે દેવુ ગઢવી, કૈલાશ ખીમનાથ બાવાજી, ચાંદનીબેન તથા અકબર ઉર્ફે વકા નામના વ્યક્તિઓએ સળીયા, પાઈપ વડે હુમલો કરી મારમાર્યો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit