હાપાના કારખાનામાંથી જુગાર રમતા નવ પકડાયાઃ જુગારના નવ દરોડા

જામનગર તા. ૧૩ઃ જામનગરના હાપા ઉદ્યોગનગરમાં આવેલા એક કારખાનામાં ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડી કારખાનેદારને નાલ આપી ત્યાં જુગાર રમતા ટ્રાન્સપોર્ટર, હોટલ સંચાલક, વેપારી સહિતના નવ શખ્સોને ગંજીપાના કૂટતા પકડી પાડ્યા છે જ્યારે ગોકુલનગરમાંથી એક મકાનમાં એકઠા થઈ જુગાર રમતા સાત શખ્સો અને પાંચ મહિલા પણ પોલીસની ગીરફતમાં આવ્યા છે. જુગારના કુલ નવ દરોડામાં ૪૯ શખ્સો અને ૯ મહિલા ઝડપાયા હતાં. એક નાસી જવામાં સફળ થયો હતો. રૃા. પોણા ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

જામનગરના હાપા ઉદ્યોગનગર વિસ્તારમાં એક કારખાનામાં ગઈકાલે સાંજે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પંચકોશી એ ડિવિઝનના યશપાલસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજાને મળતા પીએસઆઈ એસ.પી. સોઢાના વડપણ હેઠળ સ્ટાફે ત્યાં આવેલા પેવર બ્લોકના એક કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો. ગુલાબનગર સામેના સત્યસાઈ નગર રહેતા અને ભાડેથી ત્યાં કારખાનુ ચલાવતા જગદીશ કિરીટભાઈ ખેતાણીના કારખાનામાં જગદીશને નાલ આપી ગંજીપાના વડે તીનપત્તી રમતા રઘુવીર હમીરભાઈ લાંબા, રોહિત ભરતભાઈ જેઠવા, તારમામદ અલ્લારખા ડોસાણી, ઈસ્માઈલ મામદભાઈ પીઠરીયા, આસીફ અબ્દુલભાઈ આમરોણીયા, વિજયસિંહ રણજીતસિંહ ઝાલા, આસીફ પરીમભાઈ બેલીમ નામના પાંચ શખ્સો મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૨૬,૩૭૦ રોકડા, આઠ મોબાઈલ, ચાર સ્કુટર મળી કુલ રૃા. ૨,૨૧,૩૭૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને નવેય આરોપીઓ સામે જુગારધારાની કલમ ૪,૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગોકુલનગર જકાતાનાકા નજીકના સોહમનગરમાં આવેલા હીરેન રામભાઈ બડીયાવદરાના મકાનમાં ગઈકાલે સાંજે પોલીસે પૂર્વબાતમીના આધારે દરોડો પાડતા હીરેનને નાલ આપી ગંજીપાના કૂટતા કરણ કાનાભાઈ ડાંગર, મેહુલ કિશનભાઈ સોલંકી, ગોપાલ ઉકાભાઈ કોળી, બળવંતસિંહ દોલુભા જાડેજા, અજીતસિંહ નટુભા વાઢેર, અશોક મોહનભાઈ મકવાણા તથા પાંચ મહિલા સહિત અગિયાર વ્યક્તિઓ મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૨૮,૭૫૦ રોકડા, દસ મોબાઈલ મળી કુલ રૃા. ૪૬,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને બારેય વ્યક્તિઓ સામે જુગારધારાની કલમ ૪,૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જોડીયાના કુન્નડ ગામમાં ગઈકાલે સાંજે પોલીસે મગનભાઈ મોહનભાઈ કાલાવડીયા, નારણભાઈ નરસીભાઈ રાણીપા, ધર્મેન્દ્રસિંહ પુનાજી જાડેજા તથા પાંચાભાઈ સાઠાભાઈ ભરવાડ નામના ચાર શખ્સોને રોનપોલીસ રમતા પકડી રૃા. ૧૦,૫૧૫ કબજે કર્યા છે.

લાલપુર તાલુકાના સીંગચ ગામમાંથી કિરીટસિંહ બાલુભા જેઠવા, અનિરૃદ્ધસિંહ ચંદુભા વાઢેર, દામજીભાઈ પરબતભાઈ રાઠોડ નામના ૩ શખ્સોને પોલીસે જાહેરમાં તીનપત્તી રમતા પકડી પાડ્યા છે. રૃા. ૧૦,૨૪૦ની રોકડ કબજે કરવામાં આવી છે. આ કાર્યવાહી પીએસઆઈ ડી.એસ.વાઢેર, આર.એલ. ઓડેદરાના વડપણ હેઠળ સ્ટાફે કરી હતી.

જામનગર નજીકના વીભાપરમાંથી ગઈકાલે બપોરે ચેતન કાનજીભાઈ બોસીયા, રજનીસ જયસુખભાઈ ડાંગર, શૈલેષ અજીતભાઈ તથા સંજય વિનોદભાઈ નામના ચાર શખ્સોને ગંજીપાનાથી જુગાર રમતા પકડી પોલીસે પટ્ટમાંથી રૃા. ૨૫૯૦ રોકડા કબજે કર્યા છે.

જામનગરના ધરારનગર-૧માંથી ગઈકાલે સાંજે ઈમરાન યાસીનભાઈ બ્લોચ, બાબુભાઈ લાલજીભાઈ કોળી, અજય તુલસીભાઈ મસાલીયા, ફિરોઝ સલેમાન મકરાણી, નઝીર બોદુભાઈ જોખીયા, હાજી અનવર વાઘેર નામના છ શખ્સોને તીનપત્તી રમતા પોલીસે પટ્ટમાંથી રૃા. ૨૭૭૦ કબજે લીધા છે.

જામનગરની નિલકમલ સોસાયટી નજીક આવેલી આશાપુરા સોસાયટીમાંથી ગઈકાલે સાંજે કિશોર લાખાભાઈ લીંબડ, હિતેશ બચુભાઈ લીંબડ, અશ્વિન મગનભાઈ કોળી, દીપક સુનિલભાઈ કોળી, હરીશ બચુભાઈ કોળી, જીલાભાઈ દેવસીભાઈ અજાણી તેમજ ચાર મહિલાઓ જુગાર રમતા મળી આવ્યા હતાં. પટ્ટમાંથી રૃા. ૮૧૩૦ રોકડા કબજે કરી પોલીસે દસેય સામે ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાંથી મજી આમદ મકરાણી, બોદુ આમદભાઈ મકરાણી, સમીર ફારૃખશા, હુસેન બાવાભાઈ બ્લોચ અને જુસબ સુમાર જુણેજા નામના પાંચ શખ્સો રૃા. ૧૦,૯૫૦ સાથે ગંજીપાના કુટતા પકડાઈ ગયા હતાં.

શેઠવડાળા નજીકના શખપુર ગામમાંથી મોડીરાત્રે પોલીસે જાહેરમાં તીનપત્તી રમતા જયેન્દ્ર નારાણભાઈ મકવાણા, મનિષ નારણભાઈ ભરવાડ, સવજીભાઈ બાઘુભાઈ દેવીપુજક, મુસ્તાક ઓસમાણ ઘોઘા અને હનીફ સુમાર ઘોઘા નામના પાંચ શખ્સોને પોલીસે પકડ્યા હતાં જ્યારે અબ્દુલ બવાભાઈ ઘોઘા ઉર્ફે કાદરી નામનો શખ્સો નાસી ગયો હતો. પટ્ટમાંથી રૃા. ૧૦,૨૦૦ રોકડા, ત્રણ મોટરસાયકલ, પાંચ મોબાઈલ મળી કુલ રૃા. ૬૪,૨૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

close
Nobat Subscription