સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

કાણાં મામાને ઘણાં ભાણા

અંગ્રેજી કહેવત - બેટર લેટ ધેન નેવર (હપુચી ગાપચી કરતા મોડા પડવું બહેતર) કરતા આપણી કહેવત - ન મામા કરતા કાણો મામો સારો - સારી ને સર્વગ્રાહી છે. ઉક્ત આંગ્લ ઉક્તિ ઘણી મર્યાદિત છે. માનવેન્દ્રસિંહ ઉર્ફે મનિયો મસ્તીખોર મોડો-મોડો ય શાળાને પાવન તો કરે છે ને...! ઘરેથી નીકળીને સીધો નિશાળે જવાને બદલે આડો-અવળો રખડે છે. પણ છેવટે વર્ગમાં હાજરી તો આપે છે. સેમ-ટુ સેમ રીતે નેતાશ્રી નટવરલાલ જાહેર કાર્યક્રમમાં મોડા પડે છે, પણ પધારે છે ખરા. યુસી, કોઠા - કબાડાં કરવામાંથી ફુરસદ મળે તો બધે સમયસર પહોંચી શકાય. મનિયો મસ્તીખોર હોય કે નેતાશ્રી નટવરલાલ હોય, બધા આપણી જેમ નવરા નથી કે ટેમસર ઘટના સ્થળે ધસી જાય. સદંતર ન આવવા કરતા મોડા-મોડા પધારીને મનિયો મસ્તીખોર અને નેતાશ્રી નટવરલાલ અનુક્રમે શાળાના સંચાલકો અને જાહેર કાર્યક્રમના આયોજકો પર ઉપકાર કરે છે, કારણ કે એમને સ્વાગતની તૈયારી કરવા માટે પૂરતો સમય મળે છે.

એકચ્યુઅલી આપણી સમાધાનવૃત્તિ કારણભૂત છે. બલ્કે કસૂરવાર છે. મોડા પડનારને આપણે એટલે ચલાવી લઈએ છીએ કે સાવ ન આવવા કરતા ખૂબ રાહ જોવડાવી એટલું જ ને...! બહુ-બહુ તો મોળું દહીં ખાટું થયું. પણ દહીં જ નહીં. જેવી દુર્ઘટનામાંથી ઉગરી ગયા એટલે ભયોભયો. ખૂબ મોડા આવેલા અચ્છેદિન આપણે વધાવી લઈએ છીએ (વાંકા રહીને જ સ્તો) કારણ કે બેટર લેટ ધેન નેવર...! ખરી રીતે તો મોડા આવવાના જ કારણે સામાન્ય દિવસ પણ સારો લાગે છે. કદાચ એટલે જ મોડા પડવાનો આટલો મહિમા હશે. આપણે તક ઝડપવામાં હંમેશાં મોડા પડીએ છે. જીવનમાં સાવ નાની સફળતા પણ આપણને બહુ મોડેથી મળે છે. અગર આને જ બહેતર કહેવાતું હોય તો બુરૃં કોને કહેશો...?

જો કે અસલ વાત પરિસ્થિતિને અનુકૂળ થવાની છે. આપણો પડિયો કાણો હોય એના રોદણાં રોવા કરતા એની સાથે એડજસ્ટ થવું બહેતર. સાવ પડિયા વિનાના ન હોવા બદલ ભલે આપણે જશન ન મનાવીએ. ન મામા કરતા આપણે કાણાં મામાને સારી તરીકે ચલાવી લઈએ છે. મામો કાણો છે, કંસ તો નહીં ને...! બસ, આવી સમાધાન વૃત્તિને આભારી રહેવાથી કાણો પડિયો ય આવકાર્ય બને છે. જામનગરમાં નસીબના બળિયા લોકો ઘણાં છે. કાણાં પડિયા સાથે જન્મારો કાઢી નાખે છે. વાસ્તવમાં પડિયાનું કાણું જ એમનું નાણું છે. અર્થાત નસીબના બળે ધન પ્રાપ્ત કરવાને બદલ પસીનો પાડીને બે પૈસા રિપિટ બે પૈસા કમાવવા પૂરતું જ ચાલક બળ...! ટૂંકમાં કાણો પડિયો જ વાટકાનો જોગ કરવાનું કારણ બને છે. સાર ગ્રહણ કરવો જ હોય તો 'અભાવ અચ્છા હૈ' સૂત્ર સ્વીકૃત રાખો.

ઈવન આપણે ય જાણીએ છીએ કે નથીંગ ઈઝ પરફેક્ટ. અર્થાત નેતાશ્રી નટવરલાલ પણ પરફેક્ટ લબાડ નથી...! કોઈ વસ્તુ કે વ્યક્તિ સંપૂર્ણ (પરફેક્ટ) અપૂર્ણ (ઈમપરફેક્ટ) હોતી નથી. આથી કોડા જેવી બબ્બે આંખો ધરાવતા મામા ય અધૂરા ગણાય. અધૂરા તોય મધુરા...! એટલે કે એક આંખવાળા મામા ઈમપરફેક્ટ નથી. તેવી જ રીતે મામાનું સાવ ન હોવું પણ સંપૂર્ણ (પરફેક્ટ) નથી. મામાના અભાવના સંદર્ભમાં જ કાણાં મામાનો ભાવ બોલાય છે. ખોટા ઢોરને બગાઈ બહુના ન્યાયે ઘણાં મામાને જ ભાણાં ઘણાં હોય છે. કાકા મટીને ભત્રીજા ન થવાય તેમ ભાણા મટીને મામા ન થવાય. સરકાર આપણાને મામુ બનાવે છે. એ ઉપકાર ગણી ઉપરવાલાનો હરખ હવે તું હિંદુસ્તાની...!

વચ્ચે મારે અમેરિકી જવાનું થયું હતું. ત્યાં કણે એક ધાર્મિક કાર્યક્રમમાં ગોર મા'રાજને સંસ્કૃત શ્લોકોના ગોટાનો ઘાંણ ઉતારતા દૃષ્ટિગોચર કર્યા. યજમાનના કાનમાં ફૂંક મારતા મેં કહ્યું કે આ ભૂદેવને કશું આવડતું જ નથી. મને મુંગા મરવાનું સૂચવતો ઈશારો કરીને યજમાન ઉવાચ્યા. - ન મામા કરતા કાણો મામો બેટર, શું સમજ્યો...? વિદેશોમાં આપણી અસ્મિતા અકબંધ રાખવાનો સવાલ હોય ત્યાં ગોર મા'રાજના એકાક્ષીપણાને ન જોવાય. સત્ય નારાયણની કથા ન કરવા કરતા અષ્ટમ-પષ્ટમ ગોટાકષ્ટકનું શ્રવણ કરવું શ્રેષ્ઠ ગણવું.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00