પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

નગરના એક આસામીને ચેક પરતના બે ગુન્હામાં જેલ સજા, રોકડનો દંડ

જામનગર તા.૧૧ ઃ જામનગરના હાપાના એક આસામીને ચેક પરતના બે ગુન્હામાં અદાલતે કેદ તથા રોકડનો દંડ ફટકાર્યા હતા જેની સામે કરાયેલી અપીલ ઉપરની અદાલતે ફગાવી દઈ સજા-દંડનો હુકમ યથાવત રાખ્યો છે.

જામનગરમાં હાપાની રેલવે કોલોનીમાં શિવશક્તિ ટ્રેડર્સના નામથી કોલસાનો વ્યવસાય કરતા અરવિંદગર સુખગર મેઘનાથીએ હરિયા કોલેજ પાસે વસવાટ કરતા શૈલેષ હરજીવન બથિયા પાસેથી વર્ષ ૨૦૧૩માં રૃા.૪ લાખ હાથઉછીના લઈ તેની ચૂકવણી માટે ચેક આપ્યો હતો તે ચેક બેંકમાંથી અપૂરતા  ભંડોળના શેરા સાથે પરત આવતા શૈલેષભાઈ બથિયાએ અદાલતમાં અરવિંદગર સામે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ ચાલી જતાં આરોપીએ પોતાના બચાવમાં આવી કોઈ રકમ લીધી જ નથી, ફરિયાદીને ઓળખતા નથી, ઉપરોકત ચેક આપ્યો નથી તેવી દલીલ કરી શૈલેષભાઈ સામે ચેકનો દૂરઉપયોગ કરવા અંગે કાઉન્ટર કેસ કર્યાે હતો. બન્ને પક્ષો દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી અરવિંદગર મેઘનાથીને તકસીરવાન ઠરાવી ત્રણ મહિનાની સાદી કેદની સજા અને રૃા.૪ લાખ પ હજારનો દંડ ફટકાર્યાે હતો. દંડની રકમમાંથી ફરિયાદીને વળતર ચૂકવવા આદેશ થયો હતો. આ હુકમ સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી તે પણ ચાલી જતાં અદાલતે નીચેની અદાલતનો હુકમ યથાવત રાખી આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ કર્યાે છે.

આવી જ રીતે અરવિંદગર સુખગર મેઘનાથી નામના ઉપરોક્ત આરોપીએ જનતા સોસાયટી પાસે રહેતા વસંતરાય હિમતલાલ પંડિત પાસેથી વર્ષ ૨૦૧૩માં રૃા.૪ લાખ ચેકથી અને રૃા.સવા લાખ રોકડા હાથઉછીના લીધા હતા તેની ચૂકવણી માટે ત્રણ લાખ તથા સવા બે લાખના બે ચેક આપ્યા હતા અને રૃા.સવા બે લાખવાળો ચેક પરત ફરતા રૃા.૧ તથા રૃા.સવા લાખના બીજા બે ચેક આપ્યા હતા તે ચેક પરત ફરતા વસંતરાયે અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરોકત કેસ પણ ચાલી જતાં અદાલતે આરોપી અરવિંદગરને ત્રણ મહિનાની કેદ તથા રૃા.ર લાખ ૩૦ હજારનો દંડ ફરમાવ્યા હતા તેની સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી તે અપીલ અદાલતે કાઢી નાખી નીચેની કોર્ટનો હુકમ ચાલુ રાખ્યો છે. ફરિયાદીઓ તરફથી વકીલ ઉદયસિંહ ચાવડા, બેનઝીર જુણેજા રોકાયા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription