ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ખંભાળિયા પાસેથી ચોરાઉ બાઈક સાથે એકની અટકાયત

જામનગર તા.૧૧ ઃ દેવભૂમિ દ્વારકા એલસીબીએ ચંદ્રાવાડાના એક શખ્સને શક પડતા બાઈક સાથે પકડી પૂછપરછ કરતા પોરબંદરની બાઈકચોરીનો ભેદ ઉકેલાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલસીબી દ્વારા ગઈકાલે ખંભાળિયા-પોરબંદર-ભાણવડ રોડ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના આવળાભાઈ કારાભાઈ મોઢવાડિયા નામના શખ્સને એક મોટરસાયકલ સાથે શકના આધારે રોકવામાં આવ્યો હતો.

આ શખ્સ પાસે વાહનોના કાગળો માંગવામાં આવતા થોથવાઈ ગયેલા આ શખ્સે ગલ્લાતલ્લા કર્યા હતા. આથી પોલીસે તે વાહનના એન્જિન નંબર પરથી મોબાઈલમાં એક એપ્લિકેશનમાં તે વાહનના માલિકની ખરાઈ કરતા તે વાહન પોરબંદરના એક આસામીનું હોવાનું ખૂલ્યું હતું.

આ શખ્સને એલસીબીની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેણે ગઈ તા.૩-૯ના દિને ઉપરોકત વાહન પોરબંદરના જ્યુબિલી પુલ પાસેથી ચોર્યાની કબૂલાત આપતા એલસીબીએ આ શખ્સની અટકાયત કરી પોરબંદર પોલીસને જાણ કરી છે. આ કાર્યવાહીમાં એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ વી.એમ. ઝાલા, એએસઆઈ ભરતસિંહ, હબીબભાઈ, અરવિંદ નકુમ, અરજણભાઈ ચંદ્રાવડિયા, દેવશીભાઈ ગોજિયા, અરજણભાઈ મારૃ, મશરી આહિર, જેસલસિંહ, વિપુલ ડાંગર, ભરત ચાવડા, બોઘાભાઈ કેસરિયા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, નરશીભાઈ સોનગરા, પૃથ્વીરાજસિંહ, સહદેવસિંહ, વિસુભા સાથે રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00