જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

જામનગરમાં વડાપ્રધાનના એક કલાકના કાર્યક્રમો પાછળ રૃા. દસ કરોડનું આંધણ!

જામનગર તા. ૧૪ઃ તાજેતરમાં પ્રધાનમંત્રીની સભા જામનગરમાં યોજાઈ હતી. આ પોણી કલાકની સભા પાછળ દસ કરોડનું આંધણ થયું હોવાનું જાણવા મળે છે અને આ માટે અલગ-અલગ પાંચ વિભાગોને પત્ર પાઠવી ઉઘરાણી કરવામાં આવી હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળે છે.

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાઈ હતી.

તેમણે સભામાં પણ કહ્યું હતું કે 'મને નાનું કાંઈ ફાવતું નથી' તેમના આ શબ્દો અક્ષરસઃ સાચા ઠર્યા હોય તેમ તેમની સભા સાથે ઉદ્ઘાટન, લોકાર્પણ, ખાતમુહૂર્ત પાછળ દસેક કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોય તેમ જાણવા મળે છે. જામનગરમાં પ્રધાનમંત્રીના હસ્તે થયેલા લોકાર્પણ, ખાતમુહૂર્ત માટે લગભગ પોણોથી એક કલાકનો કાર્યક્રમ હતો, દસેક કરોડના ખર્ચે પાર પડ્યો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગર મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ, રેલવે વિભાગ, સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ આમ પાંચ વિભાગો પાસેથી કાર્યક્રમના ખર્ચા પેટે બે-બે કરોડની ઉઘરાણી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. આમ આ લક્ઝરી સભા પાછળ બેસુમાર ખર્ચ થયા હતાં તેની ચૂકવણી કરવાનો સમય આવતા અનેક વિભાગોની મુંઝવણ વધી છે. કારણ કે બે કરોડ જેવી માતબાર રકમની ચોપડામાં 'જગ્યા' ક્યાં કરવી? હવે આ રકમ ક્યારે ચૂકવાય છે એ તો આવનારો સમય કહેશે, પરંતુ જામનગરના ઈતિહાસમાં સભા-કાર્યક્રમ પાછળ આટલો તગડો ખર્ચ કદાચ પ્રથમ વખત થયો હશે. આમ આ વિકસતા દેશમાં જો એક દિવસની બે-ચાર કલાકની સભા પાછળ દસેક કરોડનો ખર્ચ થતો હોય તો કુલ આંકની તો કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ મુદ્દો જામનગરમાં અત્યારે ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00