જાપાનનમાં હગિબીસ નામના ૬૦ વર્ષના સૌથી શક્તિ વાવાઝોડાની અસરઃ આકાશ થયું ગુલાબીઃ ૪ર લાખ લોકોને ખસેડાયાઃ વાવાઝોડા પહેલા જ તટીય વિસ્તારામાં ફૂંકાઈ રહ્યો છે ૧૮૦ ની સ્પીડે પવનઃ હવાઈ અને ટ્રેન સેવાઓ કરાઈ બંધઃ આ શક્તિશાળી વાવાઝોડું શનિવારે કિનારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ કર્યાે ગ્રેનેડ હુમલોઃ ૭ લોકો ઘાયલઃ / સુરતમાં દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મળ્યું ૭૦લાખ રૃપિયાનું સોનું /

લાલપુરના પીપળી પાસે બળદ આડો ઉતરતા મોટરસાયકલ અથડાયુંઃ એકનું મૃત્યુ

જામનગર તા.૧૧ ઃ લાલપુરના પીપળી રોડ પર શનિવારે રાત્રે એટીએમ કાર્ડ આપી પરત ફરતા નગરના ત્રણ યુવાનોના બાઈક આડે બળદ ઉતરતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મૃત્યુ થયું છે અને અન્ય બે ગંભીર ઈજા પામ્યા છે.

લાલપુર તાલુકાના પીપળી રોડ પરથી શનિવારે રાત્રે જામનગરના ગોકુલનગર નજીકના રામનગરમાં રહેતા હિતેશભાઈ દેશુરભાઈ કંડોરિયા (ઉ.વ.ર૭) અને તેમના મિત્ર ભરતભાઈ હર્ષદભાઈ રાઠોડ (ઉ.વ.૧૮) તથા મનોજભાઈ શાંતિલાલ કટેશિયા (ઉ.વ.૧૭) નામના ત્રણ યુવકો શનિવારે સાંજે પોતાના કામસર જીજે-૧૦-ડીબી ૬૧૦૫ નંબરના મોટરસાયકલમાં જામનગરથી ગયા પછી પરત ફરતા હતા ત્યારે વાહન ચલાવી રહેલા હિતેશભાઈએ પીપળી રોડ પર અચાનક દોડતો બળદ આડે ઉતરતા તેની સાથે બાઈક અથડાવી દીધું હતું. આ અકસ્માતમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે ઘવાયેલા હતા. સ્થળપર હાજર લોકોએ ૧૦૮ને જાણ કરી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં હિતેશભાઈનું સારવાર કારગત નિવડે તે પહેલા મૃત્યુ થયું છે. જ્યારે મનોજભાઈને વધુ સારવાર માટે અમદાવાદ દવાખાને ખસેડવામાં આવ્યા છે. આ બનાવની રાજેશ દેશુરભાઈ કંડોરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જમાદાર હરિહર પાંડવે આઈપીસી ૩૦૪ (અ) સહિતની કલમો હેઠળ હિતેશભાઈ સામે ગુન્હો નોંધાવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription