પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

રઘુવંશી સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા ઓપન જામનગર સ્પર્ધાઓ યોજાઈ

જામનગર તા. ૧૨ઃ તાજેતરમાં શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા સંસ્થાના ૩૨મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે શ્રી લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં બહેનો તથા બાળકો માટે રંગોળી સ્પર્ધા, આરતી સુશોભન સ્પર્ધા તથા ચિત્રકામ વગેરે ઓપન જામનગર સ્પર્ધાઓ યોજાઈ હતી.

કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, જામનગર લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણી, ઉદ્યોગકાર હર્ષદભાઈ જોબનપુત્રા, જામનગર લોહાણા મહાજનના મંત્રી રમેશભાઈ દત્તાણી, ઉર્મિબેન પાઉં, જસ્મીનબેન દત્તાણી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ વિઠ્ઠલાણી, ઉપપ્રમુખ અતુલભાઈ રાયઠઠ્ઠા, મંત્રી જીજ્ઞેશભાઈ સીમરીયા તથા પ્રોજેક્ટ ચેરપર્સન ડિમ્પલબેન સીમરીયાએ અતિથિઓનું સ્વાગત-અભિવાદન કર્યું હતું.

રંગોળી સ્પર્ધામાં બહેનોના વિભાગમાં રચનાબેન ઘેડીયા પ્રથમ, જલ્પાબેન ગોકાણી બીજા અને પૂજાબેન ઠકરાર ત્રીજા ક્રમે વિજેતા થયા હતા. જ્યારે રંગોળી સ્પર્ધામાં કિડ્સ વિભાગમાં હેતવી લાધાણી પ્રથમ, દેવાંશી લુક્કા દ્વિતીય ક્રમે વિજય થયા હતા.

આરતી સુશોભન વિભાગમાં પુષ્ટીબેન રાડીયા પ્રથમ, વર્ષાબેન ગેલૈયા દ્વિતીય અને રીયાબેન ગોકાણી તૃતીય ક્રમે વિજેતા થયા હતા. ચિત્રકામ સ્પર્ધામાં ધૈર્ય ભુવા તથા ધ્રુવી ગોકાણી પ્રથમ, ઈવા કનખરા તથા ઝીલ ડાભી દ્વિતીય અને કુલદીપ ગોસાઈ તથા દેવાંશી ગાંધી તૃતીય ક્રમે વિજયી થયા હતા. તમામ વિજેતાઓને ઉપસ્થિત અતિથિઓના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓના નિર્ણાયક તરીકે હેતલબેન બથીયા અને પ્રતિક્ષાબેન ગોકળગાંધીએ સેવા આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન મૌનાબેન બદીયાણી તથા અલ્કાબેન થોભાણી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ખ્યાતિબેન ચોલેરા, જાહન્વીબેન મશરૃ, આશિતભાઈ કોટક, નિલેશભાઈ જીવરાજાણી, જયેશભાઈ ગોકાણી, રમેશભાઈ ખાખરીયા, રાજેન્દ્રભાઈ હિંડોચા, વિશ્વાસભાઈ ઠક્કર, વિપુલભાઈ રાયઠઠ્ઠા, રસિકભાઈ મજીઠીયા, ચિંતનભાઈ ચંદારાણા, મીતભાઈ સોનૈયા, અશ્વિનભાઈ વિઠ્ઠલાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00