પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

પં. દીનદાયળ હોલમાં 'મેરા પરિવાર, ભાજપ પરિવાર' કાર્યક્રમનો પ્રારંભઃ વિજય રૃપાણી તથા વાઘાણી હાજર

 અમદાવાદ તા. ૧રઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ઘરેથી લોકસભાનું ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. ભાજપનો ઝંડો ઘર પર ફરકાવ્યા પછી પં. દીનદાયળ હોલમાં 'મેરા પરિવાર, ભાજપ પરિવાર'નો પ્રારંભ કરાયો હતો, જેમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતાં.

આજથી અમદાવાદમાં 'મેરા પરિવાર, ભાજપા પરિવાર' કાર્યક્રમના પ્રારંભે અમિત શાહના નિવાસસ્થાને ઝંડો ફરકાવાયો હતો. શહેરના પંડિત દીનદયાળ હોલમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં અમિત શાહની સાથે સીએમ વિજય રૃપાણી, ડે. સીએમ નીતિન પટેલ, જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અમદાવાદમાં કાર્યકર્તાઓને અમિત શાહે સંબોધન કરતા આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે થઈને ગુજરાતની ર૬ બેઠક જીતવાનો સંકલ્પ કરાવ્યો હતો. આ કાર્યક્રમ અમદાવાદામાં આવેલ પંડિત દીનદયાળ હોલમાં યોજાયો હતો. અમિત શાહે ગુજરાતમાં ર૬ એ ર૬ સીટ જીતવાના સંકલ્પ કરીને કાર્યકર્તાઓને પણ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતાં.

ગુજરાતની ર૬ બેઠકો જીતવાની અમિત શાહે સંકલ્પ કરાવ્યો. તેમણે કહ્યું કે ચૂંટણી માટેના સૌથી પહેલા કાર્યક્રમની આજથી શરૃઆત થઈ છે. આ વખતે ગયા વખત કરતા પણ વધુ મતોથી જીતીશું લોકસભા ચૂંટણીના પહેલા સંગઠનાત્મક કાર્યક્રમની શરૃઆત થઈ છે. પાંચ કરોડ પરિવારો પોતાનું સમર્થન અત્યારથી જ ભાજપને આપી રહ્યા છે. શાહે વધુમાં કહ્યું કે ર૦ કરોડ મતદાતાઓ અત્યારથી જ નરેન્દ્ર મોદીના સમર્થનમાં છે. ભાજપે લોકો સુધી પહોંચવાના કાર્યક્રમ શરૃ કરી દીધા છે. આઝાદી પછી ર.પ કરોડ ઘરોમાં વીજળી ન હતી. રર કરોડ પરિવારને અમારી સરકારનો લાભ મળ્યો છે. ૬ કરોડ પરિવારોએ ગેસનો લાભ લીધો છે. પ૦ કરોડ લોકોને આયુષ્માન ભારત સાથે જોડ્યા છે. તમામ પરિવારોનો ભાજપ સંપર્ક અભિયાન થકી સંપર્ક કરશે. સરકારી લાભો લેનાર પરિવારો સુધી ભાજપ પહોંચશે. તા. ૩ માર્ચે તમામ વિધાનસભા બેઠકો પર વિજય સંકલ્પ રેલી યોજવાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કામ અમે કર્યું છે. ગઠબંધનના નેતાઓને પૂછવા માંગુ છું કે તમારા નેતા કોણ? આ દેશને કોણ ચલાવશે અને ગઠબંધનવાળા જણાવે. ગઠબંધનની સરકાર બની તો દરરોજ નવા પીએમ હશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription