ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

પાકિસ્તાન કોના પાપે પાયમાલ...? દેશ ખાડે જતા ઈમરાનખાનના હવાતિયા

ઈસ્લામાબાદ તા. ૧રઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને કાળાનાણાંને ડામવાના નામે સંપત્તિ જાહેર કરીને ટેક્સ ભરી દેવા લોકોને કરેલી અપીલના પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડે ગયું હોવાથી તેના માટે જવાબદાર કોણ...? તેવા સવાલો ઉઠી રહ્યાં છે, તો બીજી તરફ પાક. વડાપ્રધાન હવાતિયા મારી રહેલા જોવા મળી રહ્યાં છે.

પાકિસ્તાનની સંસદમાં ગઈકાલે બજેટ રજૂ થયું હતું, પરંતુ તે પહેલા જ ઈમારાનખાને દેશવાસીઓને "સંપત્તિ ઘોષણા યોજના" માં જોડાઈને દેશની આવક વધારવા માટે આગળ આવવા અપીલ કરી હતી. આ દશા માટે આવી...? પાકિસ્તાન કોના પાપે પાયમાલ થયું...? શું પૂર્વ શાસકોએ દેશને લૂંટ્યો કે પછી સેના અને આઈએસઆઈ દ્વારા આતંકવાદી સંગઠોનોના પાલન-પોષણ માટે જંગી રકમ ખર્ચાઈ ગઈ...? તેવા સવાલો ઉઠી રહ્યાં છે.

જો કે, આ તમામ સવાલોના જવાબ પણ 'ઓપન સિક્રેટ' જેવા જ છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠર્યા છે, જ્યારે હવે પૂર્વ રાષ્ટ્રપતિ ઝરદારીની પૂછપરછ ચાલી રહી છે. આથી પાકિસ્તાનના રાજ નેતાઓએ ત્યાંની પ્રજાને લૂંટીને બેનામી સંપત્તિ કે વિદેશોમાં જંગી રકમ જમા કરી દીધી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.

સોમવારે ઈમરાનખાને કહ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં પાકિસ્તાનનું દેવું ૬ હજાર અબજ રૃપિયાથી વધીને ૩૦ હજાર અબજ રૃપિયા પર પહોંચી ગયું છે. કંગાળની દોસ્તી કોઈ કરે નહીં, તેથી પાકિસ્તાનને ચીન તરફથી પણ બહુ આશા રહી નથી, આ ઉપરાંત આતંકવાદને પ્રોત્સાહન આપવાના કારણે કેટલાક મુસ્લિમ દેશોએ પણ મોઢું ફેરવી લીધું છે. વૈશ્વિક ફંડ મેળવવામાં પણ પાકિસ્તાનને ફાંફા પડી રહ્યાં છે.

આ કારણે જ પીઓકેમાંથી તમામ આતંકી કેમ્પો હટાવી લેવાનો દાવો પાકિસ્તાને કર્યો છે. આવો ખોટો પ્રચાર કરીને વિશ્વ સમુદાયને ગેરમાર્ગે દોરવાની તરકીબ અજમાવાઈ રહી છે. આતંકવાદ પ્રોત્સાહક દેશ તરીકે લાગેલી છાપ ભૂંસીને ક્યાંકથી પણ નાણાંકીય મદદ મળી જાય, તે માટે ઈમરાનખાન હવાતિયા મારવા લાગ્યા છે.

બીજી રીતે જોઈએ તો પીઓકેમાંથી આતંકવાદી કેમ્પો હટાવી લેવાની જાહેરાત પાકિસ્તાને અધિકૃત રીતે કરીને તેની જાણ ભારતને કરી નથી. સરકારી સૂત્રો એન રાજનેતાઓના મૂખેથી આ પ્રકારના થતા દાવાઓ પર કોઈ ભરોસો કરવાનું નથી.

પાકિસ્તાને આવો દાવો કરીને એ સ્વીકારી લીધુ ગણાય કે, પીઓકેમાં આતંકવાદી કેમ્પો ધમધમતા હતા, કારણ કે જો ત્યાં આતંકવાદી કેમ્પો હોય જ નહીં, તો તે હટાવવાનો દાવો કેવી રીતે થઈ શકે...?

ભારતીય સેનાએ આ પ્રકારના દાવાઓને લઈને એકદમ યોગ્ય જવાબ આપી દીધો છે. સેનાએ કહ્યું છે કે, પાકિસ્તાનમાં આતંકી કેમ્પો ક્યાં ચાલે છે અને પીઓકેમાં બંધ થયા છે, તે માપવાની કોઈ પદ્ધતિ નથી. ભારત તો પોતાની સીમાઓની ચોકી ચૂસ્ત રીતે કરતું જ રહેશે.

ઈમરાનખાને હવે પોતાના જ દેશવાસીઓને ચીમકી આપવી પડી રહી છે. તેમણે કાળાનાણાંને નાથવાના નામે તા. ૩૦મી જૂન સુધીમાં સંપત્તિ ઘોષિત કરીને ટેક્સ ભરી દેવાની અપીલ કરી છે, સાથે-સાથે તે પછી કડક પગલાં ભરવાની ચીમકી પણ આપી દીધી છે.

કોઈપણ દેશ પોતાના દેશમાં કાળાનાણાના નિયંત્રણ માટે કડક પગલાં ભરે તો તે આવકાર્ય ગણાય, પરંતુ ઈમરાનખાનના અસલ ઉદૃેશ્ય વિકટીમ કાર્ડ ખેલીને વિશ્વ સમુદાયને ગેરમાર્ગે દોરવાનો અને પોતાના દેશમાં લોકોનું ધ્યાન હટાવવાનો છે.

ઈમરાનખાને વાસ્તવમાં પોતાના દેશની બરબાદી રોકવી હોય તો આતંકવાદીઓને પોષવાનું બંધ કરવું જોઈએ. કાળાનાણાં નાથવાની સાથે-સાથે કાળા કરતૂતો કરતા આતંકી સંગઠનોને ઝેર કરવા જોઈએ. ભારતના અપરાધીઓનું પ્રત્યાર્પણ કરીને પણ પાકિસ્તાન પોતાની છાપ સુધારી શકે છે, પરંતુ તેવું કાંઈ થવાનું નથી, કારણ કે પાકિસ્તાનમાં વાસ્તવિક સત્તા તો સેના અને આઈએસઆઈના હાથમાં જ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription