નગરમાં પીજીવીસીએલ દ્વારા ૧પ કિ.મી. ગ્રાઉન્ડ કેબલ બિછાવવાનું કામ સંપન્ન

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં હાઈ-ટેન્સન વીજ લાઈનની અન્ડર ગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી છે. આશરે નવ કરોડના ખર્ચે આરંભાયેલી આ કામગીરી આગામી માર્ચ માસમાં પૂર્ણ થશે.

સતત અને નિરંતર વીજળી મળી રહે તેમજ ટી એન્ડ ડી લોસ પણ ઓછો થાય તે હેતુથી પીજીવીસીએલ દ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલનું કામ શરૃ કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૪૮૦ કિ.મી.ની લંબાઈની એચટી લાઈનનું અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગનું કામ ચાલી રહ્યું છે. તેમાં જામનગરના ૩પ કિ.મી.ના કામનો પણ સમાવેશ થાય છે.

ઈન્ટિગ્રેટેડ પાવર ડેવલોપમેન્ટ સ્કિમ હેઠળ ચાલતા આ કામમાં એક કિ.મી.ની લંબાઈનું કામ કરવા માટે રૃપિયા ર૩ લાખનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જામનગરના ૩પ કિ.મી.માંથી ૧પ કિ.મી. સુધીની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.

ધાર્મિક શહેરોને પણ આ યોજનામાં સમાવવામાં આવ્યા છે. જેમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે. દ્વારકામાં ૧૭ કરોડના ખર્ચે એચટી લાઈન અન્ડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી ચાલી રહી છે. આગામી માર્ચના આખર સુધીમાં આ કામગીરી પૂર્ણ થવાની ધારણા રાખવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription