ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસેથી શરાબની પીસ્તાલીસ બોટલ ઝડપાઈ

જામનગર તા. ૨૦ઃ ધ્રોલના લતીપર પાસેથી ગઈકાલે પોલીસે મધ્યપ્રદેશના બે શખ્સોને અંગ્રેજી શરાબની ૪૫ બોટલ સાથે પકડી પાડ્યા છે. બંનેને રીમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી છે.

ધ્રોલથી ટંકારા ધોરીમાર્ગ પર આવેલા લાલપર (લતીપર) રોડ પર ગઈકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે એક વાહનને શકના આધારે રોકી પોલીસે તેની તલાસી લીધી હતી.

આ વાહનમાં જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને ડ્રાયવીંગનો વ્યવસાય કરતા સરદાર જુવાનસિંહ આદિવાસી તથા જોબટ ગામના ભુદેસિંહ ધનાભાઈ માવી નામના બે શખ્સોના કબજામાંથી અંગ્રેજી શરાબની ૪૫ બોટલ મળી આવી હતી. પોલીસે રૃા. ૨૦,૩૦૦નો શરાબનો જથ્થો તથા બે મોબાઈલ કબજે કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે.

close
Nobat Subscription