ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

ગોકુલનગરમાં મોડીરાત્રે જાહેરમાં રમાતા જુગારમાં પોલીસ પ્રગટીઃ ચાર ઝડપાયા

જામનગર તા. ૧૫ઃ જામનગરના ગોકુલનગરમાં ગઈરાત્રે પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને જાહેરમાં તીનપત્તી રમતા પકડી પાડ્યા છે જ્યારે દ્વારકાના વરવાળામાંથી આરઆરસેલએ એક વર્લીબાજની અટકાયત કરી છે.

જામનગરના ગોકુલનગર વિસ્તાર પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં ગઈરાત્રે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનના હે.કો. ફિરોઝ દલ, વનરાજ મકવાણા સહિતના સ્ટાફે રાત્રે બાર વાગ્યે દરોડો પાડ્યો હતો.

ત્યાં આવેલા એક મકાન પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તી રમી રહેલા દિનેશ માવજીભાઈ મસાલીયા, ચેતનભાઈ દિનેશભાઈ મસાલીયા, રાજેશભાઈ બચુભાઈ મસાલીયા, મુકેશભાઈ બચુભાઈ મસાલીયા નામના ચાર શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૪૩૭૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં ગઈકાલે બપોરે રાજકોટ રેન્જના આઈજીની આરઆરસેલના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં વર્લીના આંકડા લેતો હેમંતભા સુરેશભા માણેક નામના શખ્સને પકડી પાડી તેના કબજામાંથી રૃા. ૧૯૫૦ રોકડા અને વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription