જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

મીઠાપુરમાં પોલીસ લોકદરબારમાં વિવિધ પ્રશ્નોની કરાઈ છણાવટ

મીઠાપુર તા. ૧૪ઃ મીઠાપુરના પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એએસપીના અધ્યક્ષપદે લોકદરબાર યોજવામાં આવ્યો હતો તે પછી ફ્લેગમાર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ઓખામંડળના મીઠાપુરમાં ગયા સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી પ્રશાંત સુમ્બેના માર્ગદર્શન, ઉપસ્થિતિમાં લોકદરબાર તથા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. જેમાં મીઠાપુરની તાતા કેમિકલ કંપનીના અધિકારીઓ, વેપારી આગેવાનો, ઓખા નગરપાલિકાના હોદ્દેદારો, આજુબાજુના ગામોના સરપંચો તેમજ નાગરિકો જોડાયા હતાં.

પોલીસના લોકદરબારમાં રજુ કરવામાં આવેલા દરેક પ્રશ્નોના નિરાકરણ માટે એએસપી સુમ્બેએ ભાર મૂક્યો હતો. દારૃ, જુગાર, ટ્રાફિક, ઘરફોડીના બનાવો વિગેરેના બનાવો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તાતા કંપનીના એચઆર હેડ દિનેશભાઈ શુક્લાએ કંપનીની મદદની કોઈપણ જાતની જરૃરિયાત ઉભી થાય તો નિસંકોચ જણાવવા ઉમેર્યું હતું. ઉપસ્થિત આગેવાનો અને સંસ્થાના પ્રમુખોએ એએસપીનું સન્માન કર્યું હતું. લોકદરબારના અંતે ઓખાના પીએસઆઈ રોહડીયા તથા સાથે જોડાયેલા પોલીસ સ્ટાફ સાથે એએસપીએ મીઠાપુર પોલીસ સ્ટેશનથી સુરજકરાડી રેલવે ફાટક સુધી ફ્લેગમાર્ચ યોજી હતી. આયોજન માટે મીઠાપુરના પીએસઆઈ સી.બી. જાડેજા તથા સ્ટાફે કામગીરી બજાવી હતી.

(તસ્વીરઃ નિરવ સુતરીયા)

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00