મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

બર્ધનચોકમાં વાહન ટોઈંગના મામલે રજુઆત કરવા ગયેલા વેપારીઓ પર પોલીસનો લાઠીચાર્જ

જામનગર તા. ૧૪ઃ જામનગરના બર્ધનચોક વિસ્તારમાં ગઈકાલે સાંજે થોડી મિનિટો માટે સિંધી માર્કેટ બહાર પડેલા એક ટુ-વ્હીલરને ટ્રાફિકના ટોઈંગ વાહને ઉપાડી લીધા પછી તેની રજુઆત માટે સિટી 'એ' ડિવિઝનની દરબારગઢ પોલીસ ચોકીએ રજુઆત માટે ગયેલા કેટલાક વેપારીઓ પર પોલીસે લાઠીચાર્જ કરતા ચકચાર જાગી છે. રોષિત વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. મામલાની ગંભીરતા પારખી દોડી ગયેલા એસપીએ વેપારીઓ સાથે બેઠક યોજી તપાસ કરાવી જવાબદાર સામે પગલાં ભરવાની ખાત્રી આપતા મામલો હાલમાં થાળે પડ્યો છે.

જામનગરના અત્યંત ગીચ વેપારી વિસ્તાર ગણાતા દરબારગઢથી માંડવીટાવર વચ્ચેના લીંડીબજાર, બર્ધનચોક વિગેરે સ્થળોએ રોજ સાંજે ગ્રાહકોની ભીડ જામતી હોય અને તેની વચ્ચે-વચ્ચે ફેરીયાઓના પાથરણા પણ વાહનવ્યવહારને અવરોધ કરતા હોય ત્યાં પરચુરણ ચીજવસ્તુઓની ખરીદી માટે આવતા નાગરિકોને પોતાના વાહનો રાખવાની તકલીફ પડી રહી છે. આમ તો આખા વિસ્તારમાં માત્ર કાગદી ચોક પાસે ટુ વ્હીલર રાખવાની સવલત છે ત્યાં પણ અમૂક ફેરીયાઓ ઉભા રહી જતા હોય અને અગાઉથી વાહનો પાર્ક કરેલા હોય નાગરિકોને વાહન પાર્કીંગની તકલીફ રોજિંદી થઈ રહી છે.

તે દરમ્યાન ગઈકાલે સાંજે બર્ધનચોક નજીક આવેલી સિંધી ક્લોથ માર્કેટમાં એક આસામી પોતાનું ટુ-વ્હીલર લઈને બિલ ચૂકવવા માટે આવ્યા હતાં. તેઓએ વાહન માર્કેટ પાસે રાખી દુકાન તરફ પ્રયાણ કર્યું ત્યારે ત્યાંથી નીકળેલી વાહન ઉપાડવાનું કામ કરતી ટોઈંગની ગાડીએ તે ટુ-વ્હીલર ઉપાડીને ખટારામાં ચડાવી દીધું હતું. આથી દોડી આવેલા વાહનમાલિક તથા અન્ય વેપારીઓએ પાંચેક મિનિટ પહેલાં જ તે વાહન રાખ્યું હોવાની રજુઆત કરી વાહન આપી દેવાની વિનંતી કરતા ટોઈંગ વાહનમાં રહેલા વ્યક્તિઓએ વાહન આપવાનો ઈન્કાર કર્યો હતો. જેના પગલે વેપારીઓ એકઠા થઈ ગયા હતાં અને રજુઆત માટે નજીકમાં જ આવેલી દરબારગઢ પોલીસ ચોકીએ પહોંચ્યા હતાં.

શરૃઆતમાં દસ-પંદર વેપારીઓ આવ્યા પછી આ વિસ્તારના જ અન્ય વેપારીઓ પણ રજુઆત માટે આવતા વેપારીઓનું ટોળું જામ્યું હોય તેવું દૃશ્ય ઉભુ થયું હતું. આ વેળાએ કોઈ બાબતે ગરમાગરમી થતાં બહાર નીકળેલા દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈએ એકથી પાંચ સુધીની ગણતરી કરૃં ત્યાં સુધીમાં વિખેરાઈ જજો તેવી આપખુદશાહી જેવું એલાન કરી ગણતરીની સેકન્ડોમાં એકથી પાંચ ગણી નાખ્યા હતાં. તે પછી વેપારીઓ જાણે કે કોઈ ગુંડા કે અસામાજિક તત્ત્વ હોય તે રીતે પોલીસે લાઠીઓ વિંઝવાનું શરૃ કરતા મામલો બીચક્યો હતો. અચાનક લાઠીઓ વરસવા લાગતા વેપારીઓમાં ભાગદોડ મચી હતી. પોલીસની લાઠીઓ એક સિંધી વૃદ્ધ વેપારીને વધુ પ્રમાણમાં જામનગર વેપારી મહામંડળને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પ્રમુખ સુરેશ તન્ના તેમજ અન્ય હોદ્દેદારો દોડ્યા હતાં. તેઓએ મામલાથી જિલ્લા પોલીસ વડા શરદ સિઘલને અવગત કરાવતા એસપી સહિતના અધિકારીઓ બનાવના સ્થળે દોડી ગયા હતાં.

ત્યારપછી મોડીરાત્રી સુધી ઈજાગ્રસ્ત વેપારી, વેપારી મહામંડળના હોદ્દેદારો વિગેરે સાથે બેઠક યોજ્યા પછી જિલ્લા પોલીસ વડાએ ઘટતું કરવાની ખાત્રી આપતા હાલમાં મામલો થાળે પડ્યો છે. પોલીસના લાઠીચાર્જના મામલે વેપારીઓએ વીજળીક હડતાલ પાડી વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી પરંતુ એસપીની ખાત્રી પછી તે વિસ્તાર ખુલ્યો હતો. સમગ્ર મામલામાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. પોલીસને આવી રીતે વેપારીઓ પર લાઠીઓ વડે તૂટી પડવાનો હુકમ કોણે આપ્યો? તેવો યક્ષ પ્રશ્ન ઉભો થયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription