મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

જામનગરમાં વકરી ગયેલા વર્લીના જુગારને ડામવા પોલીસના દરોડા

જામનગર તા. ૧૪ઃ જામનગરમાં થોડા સમયથી વર્લીના જુગારે જોર પકડતા પોલીસે તેને ડામવા માટે ગઈકાલે ચાર સ્થળે દરોડા પાડ્યા હતાં. જેમાં છ શખ્સો ઝડપાઈ ગયા છે જ્યારે કેટલાક કપાત લેતા શખ્સોના નામ ખૂલ્યા છે.

જામનગર શહેરમાં થોડા સમયથી વર્લીમટકાનો જુગાર વધ્યો છે. તેના પર તૂટી પડવા માટે એલસીબીએ કમર કસી છે. ગઈકાલે એલસીબીના લાભુભાઈ ગઢવી, મિતેશ પટેલ, વનરાજ મકવાણાના મળેલી બાતમીના આધારે સ્ટાફે દિગ્વિજય પ્લોટ શેરી નં. ૫૮માં આવેલી ખાઉધરી ગલી પાસે દરોડો પાડી ત્યાંથી જાહેરમાં વર્લીના આકડા લેતા હિતેશ જેઠાલાલ જોઈસર, નિલેશ ધરમસી કટારમલ નામના બે શખ્સોને વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તેમજ રૃા. ૨૩,૪૯૦ રોકડા તથા એક મોબાઈલ સાથે અટકાયત કરી હતી. આ શખ્સોએ પોતાની પાસેથી કપાત લેનાર રમેશ બાવાજીનું નામ આપ્યું છે. એલસીબીના ફિરોઝભાઈ દલએ ત્રણેય શખ્સો સામે સિટી 'એ' ડિવિઝનમાં જુગારધારાની કલમ ૧૨ (અ) હેઠળ ફરિયાદ નોંધાવી છે.

જામનગરની સુપર માર્કેટના દરવાજા પાસેથી ગઈકાલે સાંજે સિટી 'એ' ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે કુખ્યાત આંકડાશાસ્ત્રી કિશોર મથુરાદાસ દાવડા ઉર્ફે જીગરીયાની વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રૃા. ૧૪૨૦ રોકડા સાથે ધરપકડ કરી ગુન્હો નાધ્યો છે.

જામનગરની શંકર ટેકરી પાસે આવેલી નવી નિશાળ નજીકથી ગઈકાલે બપોરે સિકંદરશા નુરશા શાહમદાર નામના શખ્સને વર્લીના આંકડા લેતો પકડી પાડી તેના કબજામાંથી રૃા. ૩૬૭૦ રોકડા, વર્લીની ચિઠ્ઠી કબજે કરી છે. આ શખ્સે હબીબ મકરાણી ઉર્ફે જોની લંગડાનું નામ આપ્યું છે. પોલીસે કપાત લેતા આ શખ્સની શોધ હાથ ધરી છે.

લાલપુરની ખત્રી શેરીમાંથી ગઈકાલે પોલીસે ઈકબાલમીયાં ઈબ્રાહમીયાં શેખ તથા જયરાજસિંહ નટુભા ચુડાસમા નામના બે શખ્સોને જાહેરમાં વર્લીના આંકડા લેતા પકડી રૃા. ૨૭૦૦ રોકડા કબજે કર્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription