આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

જયંતિ ભાનુશાળીની હત્યા મહારાષ્ટ્રના શાર્પ શૂટરે કરી હોવાની પોલીસને આશંકા

ભૂજ તા. ૧૧ઃ જયંતિ ભાનુશાળી હત્યા કેસનું રહસ્ય ટૂંક સમયમાં ઉકેલાય, તેવા સંકેતો મળી રહ્યા છે. પોલીસને મહારાષ્ટ્રના કોઈ શાર્પ શૂટરે આ કૃત્યને અંજામ આપ્યો હોય, તેવી આશંકા હોવાથી તે દિશામાં તપાસ આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે.

ભાજપના વિવાદીત નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનું રહસ્ય ટૂંક સમયમાં ઉકેલાય તેવી વિગતો સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે. અંગત અદાવતમાં મહારાષ્ટ્રના શાર્પશૂટરને ટીપ આપીને હત્યા કરવામાં આવી હોવાની પોલીસને શંકા છે.

મળતી માહિતી પ્રમાણે હાલ આ કેસની તપાસ કરી રહેલી પોલીસને આરોપી સુધી પહોંચવામાં મહત્ત્વની કડી મળી છે. બીજી તરફ આ સમગ્ર કેસમાં અંગત અદાવત અને ભાનુશાળી પાસેના કેટલાક સ્ફોટક વિગતો મેળવવા માટે પણ આ હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ટૂંક સમયમાં જયંતિ ભાનુશાળીની હત્યાનો ભેદ ઉકેલાય જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પોલીસને કેટલાક શંકાસ્પદ લોકોના સીસી ટીવી ફૂટેજ અને કોલ ડિટેઈલ મળી છે. જેના આધારે આરોપી સુધી પહોંચવા માટે પોલીસને એક પછી એક કડી મળી રહી છે.

જયંતિ ભાનુશાળીની હત્યા પ્રકરણમાં મહારાષ્ટ્રના શાર્પશૂટર પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાઉ નામનો શાર્પશૂટર હત્યામાં હોવાની શંકાના આધારે પોલીસ હાલ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં હત્યારાઓ પોલીસની પકડમાં આવી જાય તેવી પોલીસને શંકા છે.

ભાનુશાળીની હત્યા પાછળ તેમને એકદમ નજીકથી જાણતો વ્યક્તિ પણ સામેલ હોવાની પોલીસને શંકા છે. જેના આધારે ભાનુશાળી પાસેના ત્રણ ફોનની કોલ ડિટેઈલ પોલીસે મેળવી છે. જેમાંથી પણ પોલીસને કેટલી મહત્ત્વની કડી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00