દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાનઃ ભારે ઉત્તેજના

જયપુર તા. ૬ઃ રાજસ્થાન વિધાનસભા માટે આવતીકાલે મતદાન થવાનું હોવાથી ભારે ઉત્તેજનાનો માહોલ છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચે બળાબળના પારખાં થવાના છે, તો બીજી તરફ મોદી-વસુંધરાની પ્રતિષ્ઠા દાવ પર છે.

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. ચૂંટણી પ્રચાર દરમિયાન યોજાયેલી સંખ્યાબંધ સભામાં ભાજપ અને કોંગ્રેસે એકમેક પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિ અને કોંગ્રેસના વારસાગત શાસન અંગે બોલવામાં કશું જ બાકી નહોતું રાખ્યું. રાજસ્થાનની ચૂંટણી મોદી સરકાર માટે ઘણી મહત્ત્વની છે અને આવતીકાલે કેન્દ્ર સરકારની સાથે સાથે મુખ્યમંત્રી વસુંધરાની પણ કસોટી થશે.

રાજસ્થાન વિધાનસભાની ર૦૦ માંથી ૧૯૯ બેઠક માટે ૧૮૯ મહિલા સહિત કુલ રર૭૪ ઉમેદવાર સ્પર્ધામાં છે. બીએસપીના ઉમેદવાર લક્ષ્મણસિંહના અવસાનને કારણે અલ્વર જિલ્લાના રામગઢ મતદાર સંઘની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. બુધવારે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચાર થંભી ગયો હતો. રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠક માટે સાતમી ડિસેમ્બરે સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન મતદાન યોજાશે. એમ રાજસ્થાનના મુખ્ય ચૂંટણી કમિશનર આનંદકુમારે કહ્યું હતું કે, મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય તે માટે પૂરતો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

રાજસ્થાનમાં ૪.૭૭ કરોડ નોંધાયેલા મતદાર છે. ભાજપ શાસિત રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખેડૂતોની સમસ્યા, ભ્રષ્ટાચાર, યુવાનોને રોજગાર સહિતના મુદ્દા કેન્દ્રસ્થાને રહ્યા હતાં. બન્ને પક્ષે શિક્ષિત યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે ખેડૂતોની લોન માફ કરવાનું વચન આપ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ભારત માતા કી જય સૂત્રોચ્ચારને મુદ્દે એકમેકને આડેહાથ લેતા નજરે પડ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે  કે, હનુમાનની જ્ઞાતિનો મુદ્દો ઉછાળી ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વિવાદ ભડકાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ બુધવારે રાજસ્થાનમાં બે ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ સાથે જ રાજ્યમાં તેમની ચૂંટણી સભાનો કુલ આંક ૧ર પર પહોંચ્યો હતો. રાહુલ ગાંધીએ નવ જાહેરસભાને સંબોધી હતી. આવતીકાલે તેલંગાણામાં પણ મતદાન થવાનું છે. તેલંગણામાં મુખ્યમંત્રી કે.સી.આર.ની પ્રતિષ્ઠા દાવ પર છે, અને કોંગ્રેસ-ચંદ્રાબાબુ નાયડુના ગઠબંધનથી પડકાર ઊભો થયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00