મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

ખીમરાણામાં ભવનાથ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

જામનગર તા. ૧૪ઃ ભવનાથ મંદિરને હજુ નયનરમ્ય બનાવીશું અને આ ગામમાં વધુને વધુ વિકાસ કાર્યો કરવામાં આવશે. મંદિરમાં સી.સી.બ્લોક્સ તથા બેન્ચ તેમજ મંદિર પાસેનો રસ્તો ઝડપભેર બને તે માટે હું પ્રયાસો કરીશ. જામનગર જિલ્લા પંચાયત વિકાસના કામો કરવામાં કોઈ પાછીપાની નહીં કરે તેમ જામનગર જિં. પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણીએ જણાવ્યું છે.

આ કાર્યક્રમમાં નયનાબેન માધાણી, પ્રવિણભાઈ માધાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ભટ્ટ પરિવાર દ્વારા તમામ દાતાઓ અને કાર્યકરો, પૂજારીનું સન્માન કરાયું હતું. બપોરના ફળ આહાર અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. કાર્યક્રમમાં નંદીજી, કાચબો, ગણેશજી, ગંગાજી, પાર્વતીજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. રૃદ્રાક્ષવાળા બાપુ રામદેવસિંહજી તરફથી તમામ ભક્તોને રૃદ્રાક્ષની પૂજા કરેલો પારો આપવામાં આવ્યો હતો. સવારના તરસીભાઈના ઘેરથી વિશાળ શોભાયાત્રા નીકળી વિધિથી પૂજા-અર્ચન કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભટ્ટ પરિવારના અને મંદિરને નવો ઓપ આપનારા આર.એસ.ભટ્ટે જણાવ્યું હતું કે, ગ્રામજનોનાં સહકારથી અમોએ આ મંદિર બનાવીને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કર્યો છે. સતત ત્રણ મહિના સુધી ભરતભાઈ ભટ્ટ તથા અન્ય ગ્રામજનોએ પૂ.ભવનાથ મહાદેવનાં આ કાર્યમાં તન, મન, ધનથી ફાળો આપ્યો છે. તે બદલ ભટ્ટ પરિવાર તમામ દાતાઓનો અને ગ્રામજનોનો આભાર માને છેે. પ્રવિણભાઈ તથા નયનાબેન માધાણી પણ હાજર રહ્યાં તે અમારા માટે ખુશીની વાત છે.

આગામી દિવસોમાં મંદિર પરીસરમાં અનેક સેવાકીય કામો કરવામાં આવશે તેમાં ગ્રામજનો આવો જ સહકાર આપશે તેવી મને આશા છે. આ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા સીએ ભરત ભટ્ટ, ગિરીશભાઈ શુક્લ, ગામના અગ્રણી તરસીભાઈ તથા અન્ય લોકોએ, દાતાઓએ જહેમત ઉઠાવી હતી. ધીરૃભા જાડેજા, ઠાકરભાઈ તથા અન્યોએ સેવા આપી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription