ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

ઓખાના ચર્ચાસ્પદ શૌચાલય કૌભાંડમાં આરોપીઓના આગોતરા જામીન યથાવત્

જામનગર તા. ૧૧ઃ ઓખાના બહુચર્ચિત શૌચાલય કૌભાંડમાં એનજીઓના પ્રમુખ વગેરેની આગોતરા જામીન અરજીઓ મંજુર થઈ હોય, તેની સામે એસીબીએ હાઈકોર્ટમાં કરેલી અરજીઓ અદાલતે આરોપીઓના વકીલની દલીલો માન્ય રાખી રદ કરી છે.

ઓખા તથા દ્વારકા તાલુકાના બેટ તેમજ આજુબાજુના વિસ્તારોમાં શૌચાલય બનાવવા માટે વર્ષ ર૦૧ર થી વર્ષ ર૦૧પ દરમિયાન સરકાર દ્વારા ગણેશ એજ્યુકેશન ચેરીટેબલ મંડળ, ભગવતી ફાઉન્ડેશન, મારૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, જનસેવા મંડળ સહિતની સાત એનજીઓને ઓખા નગરપાલિકા મારફત કામ આપવામાં આવ્યું હતું. એજન્સીઓએ શૌચાલય બનાવી લઈ તેની સોંપણી કરી આપતા આધાર, પુરાવા સહિતના ફોટોગ્રાફ્સ સાથે પોતાના બીલ ઓખા નગરપાલિકામાં રજૂ કરી દીધા હતાં. ચીફ ઓફિસર, ઓખા ન.પા.ના અધિકારી દ્વારા વેરીફિકેશન કરાયા પછી સરકારની સ્વતંત્ર એજન્સીએ ચકાસણી કરી હતી અને તે પછી ચેક દ્વારા પેમેન્ટ કરવામાં આવ્યું હતું.

આ પછી વર્ષ ર૦૧૮ માં ડાયરેક્ટર ઓફ એન્ટી કરપ્શન બ્યૂરોની સૂચના મુજબ ઓસીબીના અધિકારીએ તમામ એનજીઓના પ્રમુખ, કો-ઓર્ડિનેટરના નિવેદન નોંધી તેઓએ ઓખાના તત્કાલિન ચીફ ઓફિસર, એન્જિનિયર, પ્રમુખ વગેરેએ શૌચાલય બનાવ્યા વગર ખોટા બીલ બનાવી રકમ મેળવી લીધાનો આરોપ મૂકતી લાંચ-રૃશ્વત ધારાની કલમ-૧૬ તેમજ આઈપીસી કલમ ૧ર૦-બી, ૪૦૬ સહિતની કલમો હેઠળની એફઆઈઆર નોંધી હતી. રૃપિયા ત્રણેક કરોડની રકમની ઉચાપતની આ ફરિયાદમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરાતા એનજીઓના પ્રમુખ, કો-ઓર્ડિનેટર દ્વારા ખંભાળિયાની અદાલતમાં આગોતરા જામીન મેળવવા અરજીઓ કરાઈ હતી. તે અરજીઓ મંજુર રાખવામાં આવી હતી.

આ હુકમ સામે એસીબીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન રદ કરી આરોપીઓની અટકાયતની અને રિમાન્ડની જરૃરિયાત હોવાની જુદી-જુદી અરજીઓ કરી હતી. તે અરજીઓની સામે આરોપીના વકીલે કરેલી દલીલો માન્ય રાખી હાઈકોર્ટે ખંભાળિયાની કોર્ટનો હુકમ માન્ય રાખ્યો છે અને એસીબીની અરજીઓ રદ કરી છે. આરોપી તરફે વકીલ પરેશ એમ. બુચ, હૃદય બુચ, પ્રેમલ રાચ્છ, નિકુંજ કનારા, ફૈઝલ ચરિયા રોકાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription