પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

ખેડૂતોને પાક વીમામાં ઓછું પ્રિમિયમ ભરીને તત્કાળ વળતર આપવાની રૃપરેખા તૈયાર

નવી દિલ્હી તા. ૧૨ઃ  ખેડૂતોને પાક વીમામાં ઓછું પ્રિમિયમ ભરીને તત્કાળ વળતર મળી શકે, તેવી સુધારેલી યોજનાની રૃપરેખા તૈયાર કરી છે, જેથી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને વધુ પ્રભાવી અને સરળ બનાવી શકાય છે.

ખેડૂતો માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને વધારે સરળ અને પ્રભાવશાળી બનાવવા માટે કેન્દ્રોએ કૃષિ મંત્રાલય મોટા સુધારાઓ કરવાની તૈયારીમાં છે. નવા નિયમો હેઠળ ખેડૂતોના પ્રિમિયમની રકમ ઘટાડવાની સાથે જ દેખરેખ, તાત્કાલિક વળતર અને ઘર બેઠા વીમો ઉતારવા સહિત ઘણા પગલા લેવામાં આવશે. મંત્રાલય આ યોજનાના પાલન માટે નિગમની રચના કરવા બાબત પણ વિચારી રહ્યું છે. કૃષિ મંત્રાલય આ યોજના હેઠળ કેટલાક વિસ્તારો માટે પૂલ વિમાનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવાની રૃપરેખા તૈયાર કરી છે. આ વ્યવસ્થા એવા વિસ્તારો માટે હશે જ્યાં એક પ્રકારનો પાક થતો હશે અને ત્યાં આખા વિસ્તારનો વીમો થશે. આના લીધે પ્રિમિયમ ઓછું આવશે અને રિસ્ક કવર વધારે હશે.

 આ પ્રકારનો વિકલ્પ સ્પેન અને તુર્કીમાં છે જેના પર મંત્રાલયના અધિકારીઓ વિશ્વ બેંકની ટીમ સાથે વિચારણા કરી રહ્યા છે. મંત્રાલયના એક અધિકારી અનુસાર વધારેને વધારે ખેડૂતોને આ યોજના સાથે જોડવા માટે નવા નિયમો બનાવાઈ રહ્યા છે. હાલમાં રવિ અને ખરીફ પાક માટેનું પ્રિમિયમ ખેડૂતોના ભાગે દોઢથી બે ટકા આવે છે. ગયા વર્ષે મંત્રાલયે ખેડૂતોના દાવાઓ નિપટાવવા માટે બે મહિનાની મુદત નક્કી કરી હતી. તેના એક મહિના પછી વીમા કંપનીઓ અને રાજ્યોને વળતર સાથે દંડ તરીકે ૧૨ ટકા વ્યાજ આપવું પડશે. સાથે જ યોજનાના પ્રચાર અને તે અંગેની જાગૃતિ માટે વીમા કંપનીઓએ કુલ પ્રિમિયમના ૦.૫ ટકાનો ખર્ચ કરવો ફરજીયાત બનાવાયો હતો. આ યોજના માટે એક નિગમની રચના કરીને તેનું સચોટ પાલન કરાવવાની વ્યવસ્થા થશે, જે કેન્દ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે કામ કરશે.

આ નિગમનું મુખ્ય કામ ખેડૂતોને વળતરની રકમ તાત્કાલિક અથવા બને તેટલું જલદી અપાવવાનું રહેશે. તે વીમા કંપની અથવા રાજ્ય દ્વારા વળતર આપવામાં આનાકાની જેવી પરિસ્થિતિમાં ખેડૂતોનો બચાવ કરશે. સાથે જ જરૃર પડ્યે નિયમોમાં ફેરફાર પણ કરશે. તેને દંડ કરવાનો અધિકાર પણ મળશે જેથી આ યોજનાને વધારે પ્રભાવશાળી બનાવી શકાય. જે ખેડૂત સતત પાક વીમા કરાવશે. તેમના પ્રિમિયમમાં છુટ એટલે કે પ્રિમિયમને ઘટાડવાનું મોડલ તૈયાર કરાઈ રહ્યું છે.

છેલ્લા બે વર્ષોમાં રાજ્યોમાંથી મળેલ રિપોર્ટથી જાણવા મળ્યું છે કે વળતર ચૂકવવામાં બહુ વાર લાગે છે. ૨૦૧૬-૧૭ ના વર્ષના રાજ્ય અને કેન્દ્ર સરકારે ૨૨૩૪૫ કરોડનું પ્રિમિયમ ચૂકવ્યું હતું. જ્યારે તે સમયગાળામાં ખેડૂતોને ૧૬૧૯૫ કરોડનું વળતર ચૂકવાયું હતું. ૨૦૧૭-૧૮ માં પણ ૨૬૬૧૦ કરોડના પ્રિમિયમ સામે ૧૮૫૩૨ કરોડ વળતરરૃપે ચૂકવ્યા હતા. આજ સમયગાળામાં ખેડૂતો દ્વારા ૫૦૦૦ કરોડનું પ્રિમિયમ ચૂકવાયું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00