ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

'વાયુ' વાવાઝોડાનો સામનો કરવા તૈયારીઓનો ધમધમાટઃ ૧૧ જિલ્લામાં રાહત-બચાવ ટીમો તૈનાત

જામનગર તા. ૧રઃ આવતીકાલે પરોઢિયે એટલે કે આજે મધ્યરાત્રિ પછી ગુજરાતના દરિયાકાંઠે 'વાયુ' વાવાઝોડું ૧ર૦ થી ૧૬૦ કિ.મી.ની ઝડપે ત્રાટકે તેમ હોવાથી યુદ્ધના ધોરણે પગલાં લેવાઈ રહ્યા છે. રાહતબચાવ માટેની ટીમો તૈનાત થઈ છે. શાળા પ્રવેશોત્સવ મોકૂફ રખાયો છે. દસ જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સ્ટેટ કંટ્રોલ રૃમનો હેલ્પલાઈન નંબરઃ ૧૦૭૦ જાહેર કરાયો છે.

અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ ધસી રહેલું 'વાયુ' વાવાઝોડું આજે મધ્યરાત્રિથી આવતીકાલની પરોઢ દરમિયાન વેરાવળ-દીવના દરિયાકાંઠેથી ત્રાટકે, તેવી સંભાવના છે. તે સમયે વાવાઝોડાની ઝડપ પ્રતિકલાક ૧ર૦ થી ૧૬૫ કિ.મી.ની હોઈ શકે છે.

આ કારણે સૌરાષ્ટ્ર-કચ્છના કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, રાજકોટ ઉપરાંત દીવને પણ અસર પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વાવાઝોડું આવે તે પહેલા જ દ. ગુજરાતના સુરત, તાપી  અને નર્મદા જિલ્લાના ડોડિયાપાડામાં વરસાદ પડ્યો છે. આ દરમિયાન ત્રણ વ્યક્તિના વીજળી પડવાથી અને બે વ્યક્તિ ઝાડની નીચે દબાઈ જવાથી મૃત્યુ પામ્યા છે.

કેન્દ્ર અને રાજ્યસરકારોમાં વાવાઝોડાને લઈને  ગઈકાલથી સતત બેઠકો યોજાઈ રહી છે. કેન્દ્રિય અધિકારીઓની એક ખાસ ટીમ પણ ગુજરાતમાં આવી છે. આગમચેતી અને રાહત-બચાવના તમામ પગલાં લેવાઈ રહ્યા છે.

વાવાઝોડાની સંભવિત અસરવાળા દસ જિલ્લાઓમાં તા. ૧ર અને ૧૩ જૂને રજા જાહેર કરી દેવામાં આવી છે. તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ થઈ જતા ફરજ પર પરત ફરી રહ્યા છે. તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટરમાં રહેવા અને વાવાઝોડાની જે ફરજો સોંપાય તેનો અમલ કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. એસ.ટી. તંત્રના કર્મચારીઓની રજા રદ કરી બસોને સ્થળાંતરની કામગીરી સોંપાઈ રહી છે.

એનડીઆરએફની  કુલ ૩૬ ટીમો, એસડીઆરએફની ૧૧ ટીમોને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. આ જિલ્લાઓમાં તા. ૧ર-૧૩ જૂનના કોઈપણ પરીક્ષા લેવાનારી હોય કે અન્ય કોઈ કાર્યક્રમો હોય તો તે મોકૂફ રાખવાના આદેશો થયા છે. રાહત-બચાવની કામગીરી માટે આર્મીની ૩૪ ટીમો પણ મોકલવામાં આવી રહી છે.

રાજ્ય સરકારે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. કેબિનેટ અને સાંસદોની બેઠક પણ મુલત્વી રહી છે.  સરકારે 'ઝીરો હ્યુમન લોસ'ના લક્ષ્ય સાથે તમામ  કદમ ઊઠાવ્યા હોવાનો દાવો કર્યો છે. રાજ્ય સરકારના મંત્રીઓને જુદા જુદા જિલ્લાઓની જવાબદારી સોંપાઈ.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગઈકાલે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત વાવાઝોડાને લીધે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરીને સતત મોનીટરીંગ કરવાની અને રાજ્ય સરકારને જે સહયોગની જરૃર હોય, તે પૂરો પાડવાની સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં સાયન્સ સેક્રેટરી ડો. એમ. રાજીવન, ગૃહસચિવ રાજીવ ગૌબા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. એરફોર્સ, નેવી, આર્મી, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, સ્થાનિક પોલીસ, એન.ડી.આર.એફ., એસડીઆરએફ, ફાયરબ્રિગેડ અને જિલ્લાતંત્રોને સંકલન કરીને રાહત-બચાવની કામગીરી માટે જવાબદારીઓ સુપ્રત કરી દેવામાં આવી છે. વિજયવાડાથી એનડીઆરએફના ૧૬૦ જવાનોને ગુજરાત રવાના કરાયા છે.

સૌરાષ્ટ્ર-કચ્છના ૧૧ જિલ્લાઓના ત્રણ લાખથી વધુ લોકોનું આગમચેતીના ભાગરૃપે  સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, અને તેઓના આશ્રય માટે પ્રાથમિક જરૃરિયાતો અને સુવિધાઓ સાથે સ્વૈચ્છિક, સામાજિક અને વિવિધ જ્ઞાતિ સમાજોના સહયોગથી ૭૦૦ જેટલા રાહત કેમ્પો ઊભા કરાયા હોવાનો દાવો કરાયો છે. સંભવિત અસરગ્રસ્તો માટે પાંચ લાખ જેટલા ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

દરિયા કિનારાના વિસ્તારોમાં દોઢ મીટર ઊંચા મોજાં ઉછળે અને ભરતી આવે તેવી સંભાવનાઓ હોવાથી દરિયા કિનારે આવેલી વસાહતો, મીઠાના અગરો, જેટી કે અન્ય બાંધકામો તેમજ કોઈપણ પ્રવૃત્તિ કરતા લોકોને ખસેડી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત સંભવિત વિસ્તારોના લોકોની સાથે જરૃર પડ્યે પશુઓનું સ્થળાંતર કરીને પણ તેના માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

એરફોર્સ દ્વારા રાજ્યમાં લાઈટ હેલિકોપ્ટર તથા રડાર સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. સંદેશા વ્યવહાર જાળવી રાખવા માટે વિવિધ સ્થળે સેટેલાઈટ કોમ્યુનિકેશન સિસ્ટમ તથા મોબાઈલ કોમ્યુનિકેશન વાનો પણ તૈયાર રખાયા છે. રાજ્યમાં તા. ૧ર થી ૧૪ જૂન દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જ્યારે કેટલાક  જિલ્લાઓમાં અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી છે.

એનડીઆરએફની જામનગર જિલ્લાને બે અને દ્વારકા જિલ્લાને ત્રણ ટીમો ફાળવાઈ હોવાનું જાણવા મળે છે. દરિયાકાંઠાના ૧૩ જિલ્લાઓને એનડીઆરએફની કુલ ૩૬ ટીમો ફાળવી હોવાનું જાણવા મળે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription