વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર્ષિલમાં જવાનો સાથે ઉજવી દિવાળીઃ કેદારનાથના કર્યા દર્શન

દહેરાદૂન તા.૭ ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિવાળીની ઉજવણી બાબા કેદારનાથના દર્શન અને હર્ષિલ સરહદે જવાનોને મીઠાઈ ખવડાવીને ઉજવી હતી. આજે તેઓ કેટલાક પ્રોજેકટોની સમીક્ષા અને કેદારપુરી પુનઃ નિર્માણ પરિયોજનાના કામકાજની સમીક્ષા પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના હર્ષિલમાં જવાનો સાથે દિવાળી મનાવ્યા પછી કેદારનાથ પહોંચ્યા છે જ્યાં તેઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા. લગભગ અડધો કિ.મી. ચાલી મોદી બાબા કેદારનાથના દરબારમાં પહોંચ્યા હતા. બાબા કેદારનાથમાં જળાભિષેક કર્યાે હતો.

કેદારનાથમાં કેબિનેટ મંત્રી પ્રકાશ પંત, ધનસિંહ રાવત, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટ અને આચાર્ય બાલકિશનને વડાપ્રધાનનું સ્વાગત કર્યું તેઓ કેદારપુરી પુનઃ િનિર્માણ પરિયોજનાના કામકાજની સમીક્ષા પણ કરશે. તેઓએ ગત વર્ષે ઓકટોબરમાં પાંચ પ્રોજેકટની આધારશિલા રાખી હતી. લગભગ પાંચ વર્ષ પહેલા પ્રાકૃતિક આપદામાં આ તીર્થ સ્થળના આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું.

કેદારનાથ પહોંચ્યા તે પહેલા તેઓએ હર્ષિલમાં ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે મુલાકાત કરી તેઓને મીઠાઈ પણ વહેતી. વડાપ્રધાન છેલ્લા ચાર વર્ષથી જવાનો સાથે જ દિવાળી મનાવે છે. દહેરાદૂનથી નીકળતા પહેલા તેઓએ ટવીટ કરી લોકોને દિવાળીની શુભેચ્છા આપી. પીએમએ ટવીટમાં લખ્યું 'દિવાળી લોકોના જીવનમાં ખુશાલી અને સમૃદ્ધિ લાવે.'

વડાપ્રધાન કેદારનાથમાં બનેલા નવા માર્ગની સમીક્ષા પણ કરશે. આ માર્ગ પરિક્રમા માટે બનાવવામાં આવ્યો છે કે જેથી શ્રદ્ધાળુઓ ભવિષ્યમાં સુવિધાપૂર્વક પરિક્રમા કરી શકે. મંદાકિની નદીના સંગમથી ૧૦ર પેડિયાં બનાવવામાં આવી છે. જ્યાંથી બાબા કેદારનાથના ભવ્ય દર્શન થાય છે. આ મુલાકાત દરમિયાન કેદારનાથ ધામના પુનનિર્માણ કાર્યોની પણ સમીક્ષા કરશે.

વડાપ્રધાન મોદી ઉત્તરાખંડમાં ભારત-ચીન સરહદ નજીક હર્ષિલ પહોંચ્યા. જ્યાં ૧૧ હજાર ફૂટની ઊંચાઈએ તહેનાત સેનાના બેસ પર સેના પ્રમુખ અને આઈટીબીપીના ડીજી સાથે મુલાકાત કર્યા બાદ તેઓ જવાનોની સાથે દિવાળી ઉજવી. મહાર રેજીમેન્ટના જવાનોની સાથે વડાપ્રધાન મોદી દિવાળી પ્રસંગે તેમને મીઠાઈ ખવડાવી.

મોદીએ હર્સિલમાં જવાનોને કહ્યું, "બર્ફિલા વિસ્તારમાં તમારી ડ્યૂટી માટે સમર્પણ દેશને મજબૂતી પ્રદાન કરે છે. તમારા કારણે જ દેશનું ભવિષ્ય અને સવાસો કરોડ લોકોના સપના સુરક્ષિત છે. ભારત આજે રક્ષા ક્ષેત્રે વિશ્વમાં અવ્વલ દેશોમાં સામેલ છે. ભારતીય સેનાની બહાદુરી પૂરી દુનિયામાં ઉદાહરણ સમાન છે."

આ પહેલા વડાપ્રધાન મોદી-ર૦૧૭ માં દિવાળીના દિવસે કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં જવાનો સાથે હતાં. મોદીએ ર૦૧૪ માં સિયાચીન-ર૦૧પ માં ડોગરાઈ વોર મેમોરિયલ અને ર૦૧૬ માં હિમાચલના જવાનો સાથે દિવાળી મનાવી હતી.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહ્એ ટ્વીટ કરી મોદી અને ભારતના લોકોને દિવાળીની શુભેચ્છા આપી છે.

તાજા અહેવાલો મુજબ જિલ્લા અધિકારીને ટાંકીને અપાયેલ  જાણકારી મુજબ ઉત્તરાખંડમાં ૧૮-નવેમ્બરે પાલિકાની ચૂંટણી છે જેના કારણે આચારસંહિતા લાગુ છે. માટે વડાપ્રધાન કોઈ પ્રોજેક્ટનો શુભારંભ નહીં કરે. જો કે તેના માટે ત્રિવેન્દ્ર રાવત સરકારે ચૂંટણી પંચ સમક્ષ અરજી કરી છે. કેદારનાથ શહેરી ક્ષેત્રમાં નથી આવતું એટલે વડાપ્રધાન ત્યાં જનસભા સંબોધી શકે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription