પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

સક્રિય રાજકારણમાં પ્રિયંકા ગાંધીની ધમાકેદાર એન્ટ્રીઃ લખનઉમાં વિરાટ રોડ-શો યોજાયો

લખનઉ તા. ૧૧ઃ કોંગ્રેસના મહાસચિવ બન્યા પછી પ્રિયંકા ગાંધીએ રોડ-શો કરીને સક્રિય રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. લખનઉમાં ૧૫ કિલોમીટરનો વિરાટ રોડ-શો યોજાયો છે, જેમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજો જોડાયા છે. રોડ-શો દરમિયાન પ્રિંયંકા ગાંધીનું ઠેર-ઠેર સ્વાગત થઈ રહ્યું હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

મહાસચિવ પદે નિમાયા પછી પૂર્વી યુપીની કમાન સંભાળ્યા બાદ પ્રિયંકા ગાંધી પ્રથમ વાર લખનૌ પહોંચ્યા છે. તેમની સાથે રાહુલ ગાંધી પશ્ચિમી યુપીના પ્રભારી અને મહાસચિવ બનાવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગીનેતા આરપીએ સિંંહ પણ લખનૌ પહોંચ્યા અને વિરાટ રોડ-શો માં જોડાયા છે.

લખનૌમાં રાહુલ-પ્રિયંકાનો ૧૫ કિમી લાંબો રોડ-શો શરૃ થયો છે. જે બપોર સુધીમાં કોંગ્રેસ ઓફિસ સુધી પહોંચશે. એરપોર્ટથી મંદીને કોંગ્રેસ ઓફિસ વચ્ચે સંપૂર્ણ ૧૫ કિમી સુધી પ્રિયંકા ગાંધીના સ્વાગતની જબરદસ્ત તૈયારી કરવામાં આવી છે. માર્ગો પર પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા છે. પ્રિયંકા ને બીજા ઈન્દિરા ગાંધી ગણાવનારા નારા પહેલેથી બુલંદ રહ્યા છે. હવે કોંગ્રેસનો પ્રિયંકાને યુપીની આંધી બનાવાનો પ્લાન છે, તેથી ઠેર-ઠેર ઈન્દિરા ગાંધીની તસ્વીર લગાવવામાં આવી છે.

પ્રિયંકા ગાંધીનો આવતા ત્રણ દિવસનો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત રહેશે. આ દરમ્યાન સ્થાનિક નેતાઓ સીધા પ્રિયંકા ગાંધીની મુલાકાત કરશે. મુલાકાતના અંતિમ દિવસ એટલે કે ૧૪ ફેબ્રુઆરીએ બેઠકોનો ધમધમાટ શરૃ થશે. અને યુપીના અનેક શહેરોની મુલાકાત કરશે.

જાણવા મળી રહ્યું છે કે લખનૌની મુલાકાત બાદ પ્રિયંકા ગાંધી એક મહિના સુધી પૂર્વી યુપીની પણ મુલાકાત કરશે. ૧૮ મી ફેબ્રુઆરી બાદ પ્રિયંકા ગાંધી પૂર્વી ઉત્તર પ્રદેશની મુલાકાત કરશે. તેની મુલાકાત ૩૦ દિવસોની રહેશે. દરરોજ એક દિવસ લોકસભામાં ક્ષેત્રમાં રોકાશે. આ દરમ્યાન પ્રિયંકા અયોધ્યા, પ્રયાગરાજ અને વારાણસી અને ગોરખપુર પણ જશે. પ્રિયંકા લોકોને મળશે અને રોડ શો અને સભાઓ કરશે.

આ રોડ-શોમાં જોડાયેલા પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે અમે હારજીતની લડાઈ નથી કરતા પરંતુ આ સંવિધાન બચાવાની લડાઈ છે. પ્રિયંકા ગાંધી આવી રહી છે. અમારા કાર્યકર્તાઓ, નેતાઓમાં ઉત્સાહ તેમના ચરમ પર છે. રોડ-શો દરમિયાન પ્રિયંકા ગાંધીને જનમેદની દ્વારા ઠેર-ઠેર આવકાર મળી રહ્યો હોવાના અહેવાલો છે.

લખનૌમાં પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે ત્રીસ પોઈન્ટ બનાવાયા છે, જેમાં મુખ્ય ચોક તથા મહત્ત્વના સ્થળોનો સમાવેશ થાય છે.

પ્રિયંકા ગાંધીની એન્ટ્રી થતા જ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી બેકફૂટ પર આવી ગયા છે, જ્યારે ચૂંટણી સમજુતિ માટે કોંગ્રેસે વધુ બેઠકો માંગી હોવાનું પણ જાણવા મળે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription